તા. ૨૧મી જૂન રવિવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે

Tuesday 16th June 2015 11:53 EDT
 
 

યુનાઇટેડ નેશન્સ દ્વારા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની વિનંતીને પગલે તા. ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં મનાવવાની જાહેરાત કરાયા બાદ સમગ્ર વિશ્વના ૧૭૭ દેશોમાં તેની ઉજવણી થનાર છે.બ્રિટનમાં વિવિધ સંસ્થાઅો અને સંગઠનો દ્વારા વિશ્વની પાંચ હજાર વર્ષ જુના યોગ પધ્ધતિ અંગે જનજાગૃતી આણવા સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે વિવિધ સ્થળે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. અત્રે રજૂ કરેલ કાર્યક્રમની માહિતીમાં જે કાર્યક્રમમાં તારીખ લખી નથી તે કાર્યક્રમ તા. ૨૧ મી જૂન રવિવારના રોજ યોજાનાર છે.

* ભારતીય હાઇ કમિશન, ઇન્ડિયા હાઉસ, અોલવીચ, લંડન WC2B 4NA ખાતે સવારે ૮થી ૮ઃ૩૦ દરમિયાન હાઇ કમિશનના કર્મચારીઓ અને આમંત્રિત મહેમાનો દ્વરા ઉજવણી કરવામાં આવશે. સંપર્કઃ શ્રી પ્રીતમ લાલ 020 7632 3217.

* ઇન્ડિયન હાઇકમિશન અને ટુરીસ્ટ ઓફિસ - ભારત સરકાર દ્વારા બર્ની સ્પેઇન ગાર્ડન્સ, થેમ્સ નદીનો દક્ષિણ કિનારો, ઓક્સો (OXO) ટાવર પાસે બ્રિટિશ વ્હીલ ઓફ યોગ, શિવાનંદ યોગ વેદાંત સેન્ટર અને આર્ટ ઓફ લિવિંગના સહયોગથી યોગ સત્રનું આયોજન સવારે ૯ઃ૦૦થી બપોરના ૨-૩૦ સુધી જાહેર જનતા માટે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જાણીતા પર્યાવરણવિદ્ અને ચિંતક સતિષકુમાર પ્રવચન આપશે. સંપર્કઃ શ્રી પ્રીતમ લાલ 020 7632 3217.

* ઓમ યોગ, બ્રહ્મા કુમારીઝ, ચી ક્રી યોગ, આર્ટ ઓફ લિવિંગ, ઝી ટીવી, ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર હ્મુમન વેલ્યુઝ, સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ, NCHT UK અને કૂલ હર્બલ્સ દ્વારા એલેક્ઝાંડ્રા પેલેસ ગાર્ડન્સ, લંડન N22 7AY ખાતે સવારે ૮થી સાંજના ૭ સુધી જાહેર જનતા માટે યોગ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્કઃ નીલ પટેલ 07956 608 899 અને www.omyogashow.com/london

* ઇશા ફાઉન્ડેશન દ્વારા અર્લ્સ કોર્ટ, ૪૭ લિલી રોડ, લંડન, SW6 1UD ખાતે સવારે ૯થી સાંજના ૬ સુધી યોગ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્કઃ રાહુલ પ્રકાશ ઇમેલઃ [email protected].

* તારા યોગ સેન્ટર દ્વારા શોર્ડિચ પાર્ક, લંડન, EC1 7EJ ખાતે બપોરે ૧૨થી સાંજના ૭ સુધી યોગ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્કઃ કિરેન ડાઉલીંગ 07595 441 576 અને www.tarayogacentre.co.uk

* શિવાનંદ યોગ સેન્ટર દ્વારા સવારે ૧૧થી સાંજના ૬ સુધી પટની પીઅરથી બોટ ઉપડશે અને સાઉથ બેન્ક સેન્ટર ખાતે યોગ પ્રદર્શનનો લાભ લેશે. સંપર્કઃ ઇન્દિરા થાન્દી 07949 209 221અને www.sivananda.org

* ઇન્ડિયન જિમખાના ક્લબ દ્વારા થોર્નબરી એવેન્યુ, ઓસ્ટરલી, મિડલસેક્સ TW7 4NQ ખાતે સવારે ૯ કલાકે યોગ ક્લાસ થશે.

સંપર્કઃ એસ. કે. સોની, મહામંત્રી ઇમેલઃ [email protected].

* હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે કમિટી રૂમ જી, પાર્લામેન્ટ સ્ક્વેર, લંડન ખાતે તા. ૨૩ જૂનના રોજ બપોરે ૧૨ થી ૧ દરમિયાન યોગ દિનની ઉજવણી થશે. સંપર્કઃ મોનિકા શર્મા 07540 725 240.

* પતંજલિ યોગ પીઠ દ્વારા લેવલ યુ-૨૫, સ્ટેન્ટનબરી કેમ્પસ, મિલ્ટન કિન્ઝ, MK14 6BN ખાતે સવારે ૧૦થી બપોરે ૧૨.૪૫ દરમિયાન યોગના વર્ગો થશે. સંપર્કઃ કાઉન્સિલર ચરન શેખોન ઇમેલઃ [email protected].

* વેસ્ટ લંડન યોગ અને પતંજલિ યોગ પીઠના સહયોગથી સિરા કેશ એન્ડ કેરી, પ્રથમ માળ, અમ્રિત હાઉસ, સ્પ્રીંગફિલ્ડ રોડ, હેઇઝ-UB4 0JT ખાતે સવારે ૯.૧૫થી સાંજના ૫.૧૫ સુધી યોગ વર્ગો થશે. સંપર્કઃ રણજિત ગાહલા 07946 789 845 www.westlondonyog.org

* બ્રહ્મર્ષિ યોગ સેન્ટર દ્વારા ૨૭૮, હેસ્ટન રોડ, હંસલો TW5 0RT ખાતે સાંજે ૬.૩૦થી ૮.૩૦ દરમિયાન યોગના પાયાના સિદ્ધાંતો વિષે સમજ આપવામાં આવશે. સંપર્કઃ સુર્યા પ્રભા 07412 034 159.

* દત્તા સહજ યોગ મિશન દ્વારા આર્ચબિશપ લેનફ્રેન્ક એકેડેમી, મિચમ રોડ, ક્રોયડન CR9 3AS ખાતે સવારે ૮થી સાંજના ૪ દરમિયાન ઇન્ટરનેશનલ યોગા ડે પ્રસંગે જાહેર જનતા માટે યોગ મેલા - પ્રદર્શનનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. યોગ મેલામાં યોગ, ધ્યાન, વર્કશોપ્સ, શાકાહાર, આયુર્વેદ ચિકિત્સા, યોગ થેરાપી, યોગ ફોર ચિલ્ડ્રન, લાફીંગ યોગ, નીચે બેસી ન શકતા લોકો માટે 'ચેર યોગ', સૂર્ય નમસ્કાર, ડાયાબિટીઝ આસ્થમા, આર્થરાઇટીસ, બ્લડપ્રેશર માટે યોગા કરાવાશે અને યોગાથેરાપીની અસરો અંગે નિષ્ણાંતો દ્વારા પ્રવચન રજૂ કરવામાં આવશે. સંપર્કઃ શિલ્પા છેડા 07810 357 374 www.dsym.co.uk

* સેન્ટ લ્યુક્સ હોસ્પીસ અને ધ માઇકલ ગ્રીન ફાઉન્ડેશનના લાભાર્થે ક્લાસિકલ યોગ વર્કશોપનું આયોજન હીથલેન્ડ સ્કૂલ, ઇસ્ટકોટ લેન, હેરો HA2 9AG ખાતે સવારે ૯.૧૫થી બપોરે ૧૨.૩૦ દરમિયાન કરવામાં આવ્યું છે. સંપર્કઃ વર્ષા ખત્રી 07867 383 748. ઇમેલઃ [email protected]

* બ્રહ્માકુમારીઝ દ્વારા અર્લ્સ કોર્ટ, ૪૭ લિલી રોડ, લંડન SW6 1UD ખાતે સવારે ૯થી સાંજના ૬ દરમિયાન યોગ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્કઃ જયમિનિબેન પટેલ 07966 215 233 અને www.brahmakumaris.org

* ભારતીય વિદ્યાભવન, 4A કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે સવારે ૧૧થી ૪ સુધી પ્રવચન અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્કઃ નંદકુમાર 020 7381 3086 www.bhavan.net

* વેલિંગબરો ડિસ્ટ્રિક્ટ હિન્દુ એસોસિએશન અને પતંજલિ યોગ પીઠ દ્વારા ૧૪૮, હાઇફિલ્ડ રોડ, વેલિંગબરો NN8 1PL ખાતે સવારે ૯ઃ૩૦થી બપોરે ૨ઃ૦૦ સુધી યોગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્કઃ 01933 274 330.

* શ્યામ અને પતંજલિ યોગ પીઠ દ્વારા લંડન એકેડમી સ્કૂલ, સ્પર રોડ, એજવેર, HA8 8DE ખાતે બપોરે ૧૨થી સાંજના ૮ દરમિયાન યોગ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્કઃ ડો. ક્રિષ્ના કુમાર ઇમેલઃ [email protected]

* બ્રહ્માકુમારીઝ ઇનર સ્પેસ, ૫૨૮ હાઇ રોડ, વેમ્બલી HA9 7BS ખાતે તા. ૨૩ જૂનના રોજ સાંજે ૬ઃ૪૫થી ૮ઃ૧૫ સુધી યોગનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્કઃ દીપ્તિ ખત્રી 020 8727 3350 અને www.innerspace.org

* પતંજલિ યોગ પીઠ દ્વારા GGSG કોમ્યુનિટી સેન્ટર, બેડફર્ડ રોડ,બેડફર્ડ MK42 8BH ખાતે સાંજના ૬થી ૭-૩૦ દરમિયાન યોગના વર્ગો થશે. સંપર્ક: ચરણ શેખોન 07776 171 333  www.pypt.org

* જૈન નેટવર્ક અને પતંજલિ યોગ પીઠ (યુકે) દ્વારા તા. ૨૦ જૂનના રોજ જૈન સેન્ટર, ૬૪-૬૮ કોલિન્ડેલ એવન્યુ, લંડન NW9 5DR ખાતે યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્કઃ દિશા પટવા - રાધિકા શાહ 07794 992 880.

* કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા, એડિનબરા દ્વારા સાઉથ હોલ, એડિનબરા યુનિવર્સિટી, હોલિરૂડ ખાતે તા. ૨૦ જૂનના રોજ સવારે ૯ઃ૩૦થી બપોરે ૧૨ દરમિયાન યોગ પ્રવચન-ચર્ચા અને યોગાસન-પ્રદર્શન યોગ શિક્ષક-વક્તા શ્રી સરવન પોદ્દાર, પતંજલિ ટ્રસ્ટ દ્વારા રજૂ થશે. સંપર્કઃ સુનિતા પોદ્દાર ઇમેલઃ [email protected]

* બોક્લેર એકેડમી, ઇનવેરોરેન ડ્રાઇવ, બર્સડેન, ગ્લાસગો, G61 2PL ખાતે સવારે ૧૦થી ૧૨ દરમિયાન યોગ પ્રવચન, યોગ ડીવીડી સ્ક્રીનીંગ અને યોગાસન-પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. યોગ શિક્ષિકા-વક્તાઃ મંજુલિકા, (યોગ વીથ મંજુલિકા) માર્ગદર્શન આપશે. સંપર્કઃ મંજુલિકા ઇમેલઃ [email protected]

* ઇન્ડિયન એસોસિએશન ઇન નોર્થ-ઇસ્ટ સ્કોટલેન્ડ દ્વારા હિલ્ટન એબરડીન ટ્રીટોપ્સ હોટેલ, ૧૬૧ સ્પ્રિંગફિલ્ડ રોડ, એબરડીન AB15 7AQ ખાતે બપોરે ૨થી ૪ દરમિયાન યોગ શિક્ષિકા તારા ગેડેસ (યોગ સ્કોટલેન્ડ)ના યોગ પ્રવચન, યોગ ડીવીડી સ્ક્રીનીંગ અને યોગાસન-પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્કઃ વિનુ સિંગલા, પ્રમુખ, ઇમેલઃ [email protected]

* ઇન્ડિયન એસોસિએશન અોફ ઇન્વરનેસ દ્વારા ઇન્વરનેસ ટાઉન હાઉસ, હાઇસ્ટ્રીટ, ઇન્વરનેસ IV1 1JJ ખાતે તા. ૧૮-૬-૧૫- સાંજે ૭થી ૯ દરમિયાન યોગ સ્કોટલેન્ડના શિક્ષક અને વક્તા સુશ્રી ફીયોના સાર્જન્ટના યોગ વિષેના વક્તવ્ય, વાર્તાલાપ અને યોગાસનનું આયોજન કરાયું છે. સંપર્ક: ડો. રેડ્ડેપ્પા રેડ્ડી ઇમેઇલ: [email protected]

* બર્મિંગહામ સ્થિત કોન્સ્યુલેટ જનરલ અોફ ઇન્ડિયા દ્વારા સેન્ટર ફોર વનનેસ, સંત નિરંકારી સત્સંગ ભવન, પોટર્સ લેન, વેડન્સબરી, બર્મિંગહામ WS10 0AS ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે. સંપર્ક: બીસી પ્રધાન 0121 212 2791.

* બેરફૂટ, ૭ હાઇ સ્ટ્રીટ, હારબોર્ન, બર્મિંગહામ દ્વારા બપોરે ૨થી ૪-૩૦ દરમિયાન યોગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યં છે. સંપર્ક: સાયમન ફેન્ટન 0121 426 2633.

* આયંગર યોગા ઇન્સ્ટીટ્યુટ, ગીતા ભવન, ૧૫૦ વેસ્ટલી રોડ, એકોક્સ ગ્રીન, બર્મિંગહામ, B27 7UR ખાતે સવારે ૭થી ૯ દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે. સંપર્ક: જેન અોર્ટન 0121 608 2229.

* બ્રહ્માકુમારીઝ, હાર્મની હાઉસ, ૧૨૨ રોસ વોક, લેસ્ટર ખાતે તા. ૨૦ના રોજ સવારે ૬થી ૮ દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ ડેની ઉજવણી થશે. સંપર્કઃ દીપ્તિ ખત્રી 020 8727 3350 www.brahmakumaris.org

* હિન્દુ સ્વયંસેવક સંઘ દ્વારા બૌલ્સ હોલ, કોવેન્ટ્રી સ્પોર્ટ્સ એન્ડ લેઝર સેન્ટર, ફેરટેક્ષ સ્ટ્રીટ, કોવેન્ટ્રી CV1 5RY ખાતે સવારે ૯થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે. સંપર્ક: ડો. જોટંગીયા 02476 252 530.

* વિશ્વ હિન્દુપરિષદ, ૨૩૧ વિધિંગ્ટન રોડ, માંચેસ્ટર M16 8LU ખાતે સવારે ૧૦થી બપોરના ૪ દરમિયાન દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે. સંપર્ક: રવિ ભાનોત 020 8553 5471.

* નોટિંગહામ પતંજલિ યોગ પિઠ દ્વારા હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, ૨૧૫ કાર્લ્ટન રોડ, નોટિંગહામ NG32FX ખાતે સવારે ૯થી ૨ દરમિયાન યોગ વર્ગો થશે. સંપર્ક: દર્શનલાલ સોહલ 07719 825 957.

* ડોકોરમ ઇન્ડિયન સોસાયટી દ્વારા સવારે ૯-૩૦થી ૧૧ દરમિયાન દરમિયાન બેનેટ્ટ્સ એન્ડ કોમ્યુનિટી સેન્ટર હોલ, ગેટ ક્રોફ્ટ, હેમલ હેમ્પસ્ટેડ HP3 9LZ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે.

* પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ દ્વારા શ્રી ભારતીય મંડળ, ઇન્ડિયન કોમ્યુનિટી સેન્ટર, ૧૦૩ યુનિયન રોડ, આશ્ટન અંડર લાઇન, OL6 8JN ખાતે સવારે ૯-૩૦થી ૧-૩૦ દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે. આ પ્રસંગે આસન, પ્રાણાયામ, ધ્યાન અને ભોજનનો લાભ મળશે. સંપર્ક: ઠાકોરલાલ લાડ 07973 785 361.

* શ્રી હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, હીયરફોર્ડ રોડ, લુટન ખાતે બપોરે ૧૨થી ૧૨ દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી થશે. કાંતા શાહ અને પ્રવીણ શાહના યોગનો લાભ મળશે.

* નેશનલ એસોસિએશન અોફ પાટીદાર સમાજ NAPS, ૨૬બી ટૂટીંગ હાઇસ્ટ્રીટ, લંડનSW17 0RG ખાતે સવારે ૯-૩૦થી ૧૧-૩૦ દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે. સંપર્ક: પ્રવીણ અમીન 07967 013 871.

* શ્રી ચિન્મય મિશન, હેન્ડન ખાતે સવારે ૮થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે દોઢ કલાકના યોગા સત્રનું આયોજન કરાયું છે. જો સુયોગ્ય સંખ્યા હશે તો વધુ સત્ર યોજાશે. સંપર્ક: જીતેન રાભેરૂ 07957 818 588.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter