લંડનઃ નવનાત વણિક એસોસિએશન દ્વારા યોજાતો વાર્ષિક જન્માષ્ટમી મેળો આ વર્ષે ત્રીજી સપ્ટેમ્બર - રવિવારે બપોરે 12થી સાંજના 7 વાગ્યા સુધી નવનાત સેન્ટર (પ્રિન્ટીંગ હાઉસ લેન, હેય્સ, UB3 1AR) ખાતે યોજાયો છે. જાણીતા સમાચાર સાપ્તાહિકો ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ આ શાનદાર આયોજનના મિડીયા પાર્ટનર છે.
નવનાત વણિક એસોસિએશન (યુકે)ના ટ્રેઝરર રમેશભાઇ જે. શાહે જણાવ્યું હતું, ‘મેળાના તમામ મુલાકાતીઓ માટે એન્ટ્રી અને પાર્કિંગ ફ્રી છે. સહુ કોઇ પરિવાર અને મિત્રો સાથે આ મેળાનો લાભ લઇ શકે છે. મેળાના સ્થળથી માત્ર બે જ મિનિટના અંતરે વિશાળ અને વિનામૂલ્યે કાર પાર્કની સગવડ ઉપલબ્ધ છે. મેળામાં લિજ્જતદાર ખાણીપીણીથી માંડીને ફેશન અને બ્યૂટિ પ્રોડક્ટ્સ સહિતના અનેકવિધ સ્ટોલ હશે. જેમાં ક્રાફ્ટ્સ, ડાન્સ, યોગ, ટ્રાવેલ અને શૈક્ષણિક સેવાઓના સ્ટોલનો પણ સમાવેશ થાય છે. બાળકોના મનોરંજન માટે કિડ્સ ઝોન પણ હશે. તો સાંજના મુખ્ય આકર્ષણોમાં કૃષ્ણજન્મ, મટકી અને રાસલીલાનો સમાવેશ થાય છે.’