હવે થોડા દિવસ જ બાકી રહ્યાં છે. નવનાત વણિક એસોસિએશન યુકે દ્વારા ખુલ્લા મેદાનમાં વાર્ષિક જન્માષ્ટમી મેળાનું આયોજન કરાયું છે.
જનમાષ્ટમી અને ભગવાન કૃષ્ણની યાત્રા ઉપરાંત રક્ષાબંધનની પણ ઉજવણી કરાશે. 14 ઓગસ્ટ રવિવારના સવારે 11થી રાત્રે 8 દરમિયાન વાર્ષિક જનમાષ્ટમી મેળાનું આયોજન નવનાત સેન્ટર, પ્રિન્ટિંગ હાઉસ લેન, હાયસ UB3 1AR ખાતે કરાયું છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ આ ઇવેન્ટના મીડિયા પાર્ટનર છે.
આ અંગેની માહિતી આપતા નવનાત વણિક એસોસિએશન યુકેના ટ્રેઝરર રમેશ જે શાહે જણાવ્યું હતું કે, કિડ્સ ઝોનમાં ગિફ્ટસ, ગેમ્સ, રાઇડ્સ ફેસ પેઇન્ટિંગ અને મટકી ફોડ મુખ્ય આકર્ષણ રહેશે. ડાન્સ ઝોનમાં ગુજરાતી કથ્થક, રાસ ગરબાસ ભાંગડા અને દાંડિયાની ડીજેના તાલે રમઝટ ચાલશે. સાંસ્કૃતિક પ્રોગ્રામ અને પ્રોફેશનલ ડાન્સ તમામ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે. તે ઉપરાંત યોગના સેશનનું પણ આયોજન કરાયું છે જેમાં કુંડલિની યોગ અને અન્ય ઉપયોગી યોગ આસનો દર્શાવવામાં આવશે.
મેળામાં ફેશન, બ્યુટી, જ્વેલરી, સાડી, સ્યુટ્સના ઘણા સ્ટોલ આકર્ષણ જમાવશે. કાર પાર્કિંગ માટે વિશેષ વ્યવસ્થા કરાઇ છે. આ મેળામાં વિનામૂલ્યે પ્રવેશ અને પાર્કિંગની વ્યવસ્થા છે. મેળો ઓપન ફોર ઓલ હોવાથી તમે તમારા પરિવાર અને મિત્રો સાથે મેળાનો આનંદ માણી શકો છો.