નેશનલ કોંગ્રેસ અોફ ગુજરાતી અોર્ગેનાઇઝેશન્સ દ્વારા લોહાણા ધામેચા સેન્ટર ખાતે ૫૭મા ગુજરાત સ્થાપના દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ સંસ્થાઅોના અગ્રણીઅો, સ્થાનિક એમપી ગેરેથ થોમસ, હેરોના મેયર રેખાેબનશાહ, "ગુજરાત સમાચાર"ના તંત્રી અને NCGOના પેટ્રન ચેરમેન શ્રી સીબી પટેલ, એમપી માટેના ઉમેદવાર અને GLA સદસ્ય નવિનભાઇ શાહ, એમપી માટેના ઉમેદવાર અમિત જોગીયા, કાઉન્સિલના નેતા સચીનભાઇ, પીજી પટેલ, કાઉન્સિલર્સ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો પ્રારંભ NCGOના પ્રસિડેન્ટ શ્રી સીજે રાભેરૂ, ઇન્ડિયન હાઇકમિશનના ફર્સ્ટ સેક્રેટરી શ્રી જ્ઞાનસિંઘ, ભૂતપુર્વ પ્રેસિડેન્ટ સર્વ શ્રી શરદભાઇ પરીખ, પ્રવિણભાઇ અમીન અને લાલુભાઇ પારેખ તેમજ લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડનના પ્રસિડેન્ટ ઉર્મિલાબેન ઠક્કરે દિપ પ્રગટાવીને કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. તે પછી ભારત અને બ્રિટનના રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું. આ પ્રસંગે પંડિત પિનાકીન રાવલ તેજ ગૃપના કલાકારોએ ગુજરાતી - હિન્દી ફિલ્મી ગીતો-ગરબા વગેરે રજૂ કર્યા હતા.
આ પ્રસંગે સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી સીજે રાભેરૂએ મુખ્ય પ્રવચન આપતા જણાવ્યું હતંુ કે "આપણે સૌએ ગુજરાતનું અને ગુજરાતી હોવાનું ગૌરવ લેવું જોઇએ. અહિની સરકાર હિન્દુઅોની જરૂરિયાતને પૂરી પાડતી નથી. આપણા માટે અલગ સ્મશાન ગૃહ, શાળા, હોસ્પિટલ અને કેરહોમના રસોડાઅોમાં શાકાહારી લોકો માટે અલગ રસોડું જરૂરી હોવા છતાં તેનું પાલન થતું નથી. હિન્દુઅોએ હેટ ક્રાઇમ સામે ફરિયાદ કરવી જોઇએ. આ ઉપરાંત આપણા પૂજારીઅો તેમજ ગાયક કલાકારો વિઝા માટે મુશ્કેલી અનુભવે છે અને મંદિરનોની પ્લાનીંગ પરમીશનમાં તકલીફો નડે છે. આજ રીતે વડિલોને અભ્યાસ માટે અને જરુરતમંદોને ઘર માટે કાઉન્સિલમાં પુશ્કળ તકલીફ પડે છે તે માટે સરકાર સમક્ષ રજૂઆતો થવી જ જોઇએ. આપણે સૌએ વિવિધ રાજકીય પક્ષોમાં જોડાઇને સક્રિય રાજનીતિમાં ભાગ લેવો જોઇએ. હિન્દુઅો જો એક થઇને સક્રિય રજૂઆતો નહિં કરે તો તેમની માંગ સાંભળવામાં આવશે નહિં. અત્યારે ચૂંટણીઅો નજીકમાં છે ત્યારે આપણે વોટ માંગવા આવતા નેતાઅો સમક્ષ આપણા પ્રાણ પ્રશ્નોની રજૂઆત કરી તેમની પાસેથી વચન લેવા જોઇએ.'
આ પ્રસંગે "ગુજરાત સમાચાર"ના તંત્રી અને NCGOના પેટ્રન ચેરમેન શ્રી સીબી પટેલે NCGOના હેતુઅો અંગે અને ગુજરાત સમાચારના ન્યુઝ એડિટર કમલ રાવે ABPL વતી પ્રકાશનો અંગે માહિતી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે દરક કમીટી મેમ્બર્સને ટિકીટ વેચાણની જવાબદારી સોંપવામાં આવી હતી. ભોજન પૂરૂ પાડવા માટે BAPS સ્વામિનારાયણ મંદિર, મીડીયા પાર્ટનર તરીકે જોડાઇને ફ્રી પબ્લીસીટી અને રેફલ ઇનામો માટે ગુજરાત સમાચાર અને એશિયન વોઇસનો, ટિકીટ વેચાણ માટે વિવિધ સંસ્થાઅોનો, સક્રિય સાથ આપવા બદલ વોલંટીયર્સનો આભાર માનવામાં આવ્યો હતો.