પ.પૂ. ગિરિબાપુના મુખે શિવકથા રસપાનનો લ્હાવો

Wednesday 29th June 2022 06:48 EDT
 
 

શિવમ ફાઉન્ડેશન દ્વારા યુકેમાં વિવિધ સ્થળે શ્રી શિવ મહાપુરાણનું આયોજન થયું છે, જેના ભાગરૂપે 29 જુલાઇથી બોલ્ટનમાં પ.પૂ. ગિરિબાપુના વ્યાસાસને શિવકથા યોજાઇ છે. ઉચ્ચ કોટિના કથાકાર તરીકે દેશવિદેશમાં આગવી નામના ધરાવતા ગિરિબાપુના મુખે શિવકથાનું રસપાન જીવનનો લ્હાવો ગણાય છે. સ્વભાવે શાંત - આનંદી અને લાગણીશીલ ગિરિબાપુના અથાક પરિશ્રમથી અનેક સેવાકાર્યો ચાલે છે. ત્યાગ - બલિદાનની ભાવનાને વરેલા ગિરિબાપુ દ્વારા રસાળ શૈલીમાં રજૂ થતાં શિવમહિમા - શિવકથા - શિવધૂન ભક્તજનોને અલૌકિક દુનિયાનો અનુભવ કરાવે છે. યુકેની સુંદર ધરતી પર પાવક શિવ મહાપુરાણનું આયોજન થયું છે ત્યારે સહુ શ્રદ્ધાળુઓએ તેનો લાભ લેવો જ રહ્યો.
પ.પૂ. શ્રી ગિરિબાપુની કથાની તારીખ - સમય અને સ્થળ
• તા. 29 જૂન થી 5 જુલાઇ 2022 - સમયઃ સાંજે 5.00થી 8.00
શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી સેન્ટર ક્રૂક સ્ટ્રીટ, બોલ્ટન - B13 6AS
• તા. 6 જુલાઇ થી 14 જુલાઇ 2022 - સમયઃ સાંજે 5.00થી 8.00
પ્રજાપતિ હોલ, 21 અર્લ્સ ક્રોફ્ટ રોડ, લેસ્ટર - LE4 6BY
• તા. 15 જુલાઇ થી 21 જુલાઇ 2022 - સમયઃ સાંજે 5.00થી 8.00
શ્રી ક્રિષ્ના ટેમ્પલ, 20 ચર્ચફિલ્ડ સ્ટ્રીટ, ડડલી - DY2 8QT
• તા. 22 જુલાઇ થી 28 જુલાઇ 2022 - સમયઃ સાંજે 5.00થી 8.00
ગુર્જર હિન્દુ યુનિયન લિ. એપલ ટ્રી સેન્ટર, આઇફેલ્ડ એવન્યુ, આઇફ્લેડ, ક્રોલી - RH11 0AF

કથાસ્થળ પર ગુજરાત સમાચારનું લવાજમ ભરવા માટે વિશેષ કાઉન્ટર

સુજ્ઞ વાચકોને ઓમ નમ: શિવાય!
શિવમ ફાઉંડેશન દ્વારા શ્રી શિવ મહાપુરાણનું આયોજન થયું રહ્યું છે. પરમ પૂજ્યશ્રી ગિરિબાપુના મુખે શિવકથાનું રસપાન કરવા આપ સહુ બોલ્ટન, લેસ્ટર, ડડલી, ક્રોલીમાં પધારવાના છો. કથાસ્થળ પર ગુજરાત સમાચારનું એક વિશેષ કાઉંટર મુકાશે. ધર્મસેવા અને સમાજસેવાની ભાવના વધારે મજબૂત બને એના માટે આપ આયોજક મંડળના સભ્યોનો સંપર્ક કરીને આપના પરિવારજન અને મિત્રોને ગુજરાત સમાચારના લવાજમ ભરવા માટે પ્રેરિત કરી શકો છો અથવા તમે તેમને ભેટ આપી શકો છો. આભાર.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter