પર્યુષણ મહાપર્વ : ૨૦૧૯

Wednesday 28th August 2019 06:21 EDT
 

જૈન સેન્ટર, ૬૪-૬૮ કોલીન્ડલ એવન્યુ, લંડન NW9 5DR ખાતે ૨૬ ઓગષ્ટથી ૨ સપ્ટેમ્બર દરમિયાન દરરોજ સવારના ૮.૩૦ થી ૧૦સ્નાત્ર પૂજા, ૧૦.૩૦ થી ૧૨.૧૫ વ્યાખ્યાન તેમજ સાંજના ૬.૩૦ થી ૮ પ્રતિક્રમણ અને રાતના ૮.૧૫ થી ૧૦.૧૫ ભાવના, આરતી, મંગળ દીવો થશે. અન્ય કાર્યક્રમો: બુધવારતા. ૨૮ ઓગષ્ટ પાખ્ખી પ્રતિક્રમણ સાંજના ૬ થી ૮, શુક્રવાર ૩૦ ઓગષ્ટ સાંજના ૮ થી ૧૦.૧૫ મહાવીર જન્મ વાંચન ઉજવણી, રવિવાર ૧ સપ્ટેમ્બર ૯.૩૦ થી ૧૨.૩૦ પંચ કલ્યાણક પૂજા અને લંચ અને રાતના ૯ વાગે તપસ્વીઓનું બહુમાન. સોમવાર ૨ સપ્ટેમ્બરે સાંજના ૫.૧૫ થી સંવત્સરી પ્રતિક્રમણ તથા ૭ સપ્ટેમ્બરે બપોરના ૨ વાગે સ્વામી વાત્સલ્ય ભોજન. સ્થાનકવાસી પ્રતિક્રમણની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. તા ૩ થી ૧૨ સપ્ટેમ્બર દસલક્ષણી પર્યુષણ પર્વ પણ ઉજવાશે. વધુ વિગત માટે સંપર્ક: જૈન સેન્ટર 020 8200 0828 .

મહાવીર ફાઉન્ડેશનના ઉપક્રમે તા. ૨૬ ઓગષ્ટથી ૧ સપ્ટેમ્બર કેન્ટન રોડ દેરાસર ખાતે સવારના ૧૧ થી ૧૨ વ્યાખ્યાન અને સાંજના ૬.૩૦થી ૮ પ્રતિક્રમણ અવંતિ હાઉસ સેકન્ડરી સ્કુલ, વેમ્બરો રોડ, સ્ટેનમોર, HA7 2EQ ખાતે થશે અને ૮.૩૦થી ભાવના. ૨૯ ઓગષ્ટના પાખ્ખિ પ્રતિક્રમણ સાંજના ૫.૩૦ થી શરૂ થશે ત્યાર બાદ ભાવના. ૩૦ ઓગષ્ટના મહાવીર જન્મ કલ્યાણક સાંજના ૮.૩૦થી થશે. ૧ સપ્ટેમ્બર સાંજના પ્રતિક્રમણ (અંગ્રેજી પ્રતિક્રમણ સાંજના ૬.૧૫થી) બાદ તપસ્વીઓનું બહુમાન અને ભાવના. ૨ સપ્ટેમ્બરે સંવત્સરી પ્રતિક્રમણ સાંજના ૪ વાગે સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, ધ એવન્યુ, વેમ્બલી HA9 9PE

સ્થાનકવાસી પ્રતિક્રમણ તા.૨૭-૮-૧૯ થી ૩-૯-૧૯ : ૨૭ ઓગષ્ટથી ૧ સપ્ટેમ્બર અવંતિ હાઉસ સેકન્ડરી સ્કુલ ખાતે અને ૨ સપ્ટેમ્બરના સત્તાવીસ ગામ પાટીદાર સેન્ટર ખાતે સાંજના ૬.૩૦ વાગે થશે. અને ૩ સપ્ટેમ્બરના સંવત્સરી પ્રતિક્રમણ ક્રોફ્ટ હોલ, કિંગ્સબરી હાઇસ્કુલ, સ્ટેગલેન, NW9 9AA સાંજના ૫ વાગે આલોયણા અને ૬ વાગ્યાથી પ્રતિક્રમણ થશે.

ગુરૂ ગૌતમ સ્વામી મહા પૂજન અને સ્વામી વાત્સલ્ય રવિવાર તા.૮-૯-૧૯ ના રોજ ધામેચા હોલ, લોહાણા સેન્ટર, બ્રેમર રોડ, સાઉથ હેરો, HA2 8AX ખાતે સવારના ૧૦ વાગ્યાથી રાખવામાં આવ્યું છે. ૧૨.૩૦ થી સ્વામિ વાત્સલ્ય.

પર્યુષણ પર્વ દરમિયાન દેરાસર દરરોજ સવારના ૭.૩૦ થી રાતના ૯ સુધી ખુલ્લું રહેશે.

વધુ વિગત માટે સંપર્ક: શ્રી અશોક મહેતા 020 8206 0030 or 07910 926 888

વણિક એસોસિએશન ઓફ ધ યુ.કે. ના ઉપક્રમે મંગળવાર તા. ૨૭-૮-૧૯ થી તા.૩-૯-૧૯ પર્યુષણ પર્વ ઉજવાશે. તા. ૨૭ થી ૩૦ ઓગષ્ટ અને તા ૧ થી ૩ સપ્ટેમ્બર (તા.૧-૯-૧૯ બપોરે ૩.૩૦ થી મહાવીર જન્મ કલ્યાણક) સાંજના ૬.૩૦ થી ૯.૩૦ પ્રતિક્રમણ ( ૩ સપ્ટેમ્બર, સંવતસરી પ્રતિક્રમણ સાંજના ૫.૩૦થી) St. Boniface Roman Catholic Church, 185 Mitcham Road, Tooting, London, SW17 9AS ખાતે થશે. અને શનિવાર તા. ૩૧-૮-૧૯ના રોજ પ્રતિક્રમણ સાંજે ૬.૩૦ થી ૯,૩૦ 71 Pretoria Road, London, SW16 6RL ખાતે થશે. રવિવાર તા. ૮-૯-૧૯ના બપોરના ૧ થી ૪ પ્રીતિ ભોજન St. Augustine’s Church Hall, Broad Water Road, Tooting Broadway, London SW17 0DY

વધુ વિગત માટે સંપર્ક : રક્ષાબેન શાહ 07947 833 970.

શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડળ તરફથી પર્યુષણ પર્વની ઉજવણી તા. ૨૬-૮-૧૯ થી તા. ૨-૯-૧૯. સ્થળ: શિશુકુંજ ભવન, ૨૫-૨૭ હાઇ સ્ટ્રીટ, એજવેર, HA8 7EE . દરરોજ સાંજના ૬.૪૫ થી ૭.૪૫ પ્રતિક્રમણ અને ૧૦.૩૦ સુધી ભાવના. તા.૨૯-૮-૧૯ પાખ્ખી પ્રતિક્રમણ સાંજના ૫ વાગે શરૂ થશે. તા.૩૦-૮-૧૯ના બપોરના ૨ થી ૫.૩૦ મહાવીર જન્મ વાંચન અને ૫.૩૦થી ૭ સ્વામિ વાત્સલ્ય. ૭ થી ૮ પ્રતિક્રમણ અને ૧૦.૩૦ સુધી ભાવના.સંવત્સરી પ્રતિક્રમણ તા.૨-૯-૧૯

બપોરે ૩.૩૦ થી ૭ અને ૭ થી ૯.૩૦ ભાવના તથા ૧૦૮ દીવાની આરતી, મંગલ દીવો. રવિવાર તા.૮-૯-૧૯ સવારના ૧૧.૩૦ થી ૩ મહાપૂજન અને ૩ થી ૫ તપસ્વીઓનું બહુમાન બાદ ૫ થી ૮ સ્વામિ વાત્સલ્ય. વધુ વિગત માટે સંપર્ક : પ્રમુખ શ્રી રોહિતભાઇ શાહ: 07766 005 500

નવનાત વણિક એસોસિએશનના ઉપક્રમે નવનાત સેન્ટર, પ્રીન્ટીંગ હાઉસ લેન, હેઝ, UB3 1AR ખાતે મંગળવાર તા. ૨૭-૮-૧૯ થી તા.૩-૯-૧૯ સુધી પર્યુષણ પર્વ ઉજવાશે. આ પ્રસંગે ડો. સમણી પ્રતિભાપ્રજ્ઞાજી અને સમણીજી અમલ પ્રજ્ઞાજીને સાંભળવાનો લ્હાવો મળશે. જેઓએ પ્રેક્ષા મેડીટેશનમાં Ph.D. યુ.કે.માં કર્યું છે.

કાર્યક્રમો: સવારના ૧૧ થી ૧૨.૫૦ મેડીટેશન, બપોરના ૧ થી ૨ લંચ,

બપોરના ૩ થી ૪.૩૦ સત્સંગ અને પ્રશ્નોત્તરી, સાંજના ૫.૩૦ થી ૬.૧૫ ડીનર, ૬.૩૦ થી ૮.૧૦ દેરાવાસી પ્રતિક્રમણ અને સ્થાનકવાસી પ્રતિક્રમણ સાંજના ૬.૪૫ થી ૮.૧૦ તેમજ ૭ થી ૮ ઇંગ્લીશમાં પ્રતિક્રમણ સમણીજી કરાવશે. રાતના ૮.૧૫ થી ૯.૩૦ વ્યાખ્યાન અને ભાવના. રવિવાર ૧ સપ્ટેમ્બર મહાવીર જયંતિ વાંચન ૧.૪૫ થી અને ૨ સપ્ટેમ્બર સાંજના ૮.૪૫ થી તપસ્વીઓનું સન્માન તથા ૪ સપ્ટેમ્બરે તપસ્વીઓના પારણાં. લંચ અને ડીનર પાસીસ અગાઉથી મેળવી લેવા. રવિવાર ૧૫ સપ્ટેમ્બર પ્રીતિ ભોજન.

વધુ વિગત માટે સંપર્ક: કો-ઓર્ડીનેટર શ્રી ભૂપેન્દ્રભાઇ શાહ : ૦૭૯૪૪ ૫૩૨ ૭૮૦ અને સેન્ટર: 020 8848 3909


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter