બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના આધ્યાત્મિક ગુરુ અને પરમ વંદનીય પૂજ્ય મહંત સ્વામી મહારાજે આજે ગુજરાત સમાચાર – એશિયન વોઇસના તંત્રી સીબી પટેલ તેમજ સીનીયર એડવર્ટાઇઝીંગ મેનેજર કિશોરભાઇ પરમારને આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે "તમે અહીના સમાજ અને લોકોની ખૂબજ સારી સેવા કરો છો અને હજુ આવીને આવી જ સેવા કરતા રહેજો અમે સૌ પણ તમારી સાથે જ છીએ.”
પૂ. મહંત સ્વામીના ૮૪મા જન્મદિનની ઉજવણી પ્રસંગે તેમના જીવન અને કવન વિશે ૨૪ પાનાના વિશેષ સુવેનિયરને અર્પણ કરાતા પૂ. મહંત સ્વામીએ ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત BAPS સંસ્થાના વરિષ્ઠ સંત પૂ. આત્મસ્વરૂપ સ્વામી અને પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ સીબી પટેલ, તેમના પિતાશ્રી તેમજ પરિવાર દ્વારા વર્ષોથી સંસ્થાની સેવા અને સત્સંગ પ્રવૃત્તિઅો અંગેની માહિતી આપી હતી. પૂ. મહંત સ્વામીએ સીબી અને પરિવારની સેવાઅો તેમજ પ્ર. બ્ર. પૂ. પ્રમુખ સ્વામી મહારાજ સાથે સીબી અને તેમના પરિવારની નિકટતાથી પોતે સુપરેે પરિચીત હોવાનું જણાવી આનંદ વ્યક્ત કરી આશિર્વાદ પાઠવ્યા હતા.
સીબી પટેલ અને કિશોરભાઇએ આ પ્રસંગે BAPS પૂ. મહંત સ્વામી મહારાજ સુવેનિયરમાં ખૂબજ સહયોગ આપનાર લંડન મંદિરના સંતો તેમજ ગોલ્ડન ટુર્સના નીતિનભાઇ પલાણની સેવાઅોને બિરદાવી સંસ્થાના સંતો અને સૌ ટ્રસ્ટીઅોનો આભાર વ્યક્ત કર્યો હતો.