પ્રાઇડવ્યૂ ગ્રુપએ તા. ૮ નવેમ્બરના રોજ સેન્ટ્રલ લંડનમાં યોજેલા વાર્ષિક ઇન્વેસ્ટમેન્ટ સેમિનારમાં ૧૦૦થી વધુ ખાનગી રોકાણકારોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે જ્યોર્જ વોકર (અોલસેપના પાર્ટનર અને અોક્શનીયર) ઉપસ્થિત રહ્યા હતા. જેમણે વર્તમાન બજાર અને તેમની £૧૫૦ મિલિયનની મિલક્તોના હરાજીથી કરાયેલા વેચાણ (૨૦૦૬ પછી સૌથી વધુ) અને અન્ય બાબતો પર ચર્ચા કરી હતી.
યુરોપ અને આફ્રિકાથી લઇને દુરસુદુરથી રોકાણકારો હાજર રહ્યા હતા અને ઉપસ્થિત રહેલા નવા લોકોમાં ભૂતપૂર્વ રેસિડેન્શીયલ ઇન્વેસ્ટર હતા, જેઅો ટેક્ષના નવા નિયમો આવતા હવે કોમર્શીયલ પ્રોપર્ટીમાં રોકાણ કરે છે. સેમિનારમાં સૌથી વધુ ફોક્સ ફ્લેટ્સ સાથેની દુકાનો ખરીદવા પર કેન્દ્રિત કરાયું હતું (જે રેસિડેન્શીયલ ટેક્સ દરોને પાત્ર નથી) અને કોમર્શીયલ પ્રોપર્ટીના મૂલ્યમાં ઉમેરો કરે છે. વધુ માહિતી માટે સંપર્ક: 020 8954 0878.