ગત ૨૨ નવેમ્બર, રવિવારે ભારત સહિત દેશવિદેશમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ખૂબ ધામધૂમથી ઉજવાયો. ઉત્તર ઇંગ્લેન્ડના પ્રેસ્ટન ખાતે ગુજરાત હિન્દુ સોસાયટીના સનાતન મંદિરમાં પણ અા અવસરની રંગેચંગે ઉજવણી થઇ હતી. ભગવાન શાલીગ્રામ વિષ્ણુપક્ષે જયોત્સનાબેન, અાશિતભાઇ જરીવાલા તેમજ મમતાબેન અને અનિલકુમાર પટેલ હતા. માતા તુલસીવૃંદા પક્ષે વિજયભાઇ અને વિજયંતિ ચૌહાણ હતા. બન્ને યજમાનોએ ખુબ જ શ્રધ્ધાપૂર્વક દીકરા-દીકરીના લગ્ન હોય એ રીતે માંગલિક વિધિઅો સાથે લગ્નોત્સવ ઉજવ્યો હતો એની ઝલક સાથેની તસવીર.