વિદ્વાન જૈન મુની પૂ. રાજદર્શન વિજ્યજીએ ખૂબજ સરસ લખ્યું છે કે "જાહેરમાં પ્રેમ કરે તે મા અને ખાનગીમાં જે પ્રેમ કરે તે પિતા. આંખથી રડે તે મા અને અંતરથી રડે તે પિતા. લાગણીઓથી નવડાવનાર મા, તો બાળકોની તમામ માગણીઓ પૂરી કરે તે પિતા. એ ક્યારેય ન ભૂલશો…દિકરાનું બચપન માના હાથમાં હોય છે, તો તેજ દિકરાને બચપનથી પચપન સુધી સાચવનાર, આ દુનિયાદારીનું માર્ગદર્શન આપનાર પિતા હોય છે. પિતા બોલી નથી શકતા પણ મુંગા મુંગા એ બધુ જ કામ કરી લેતા હોય છે.”
લંડન, લેસ્ટર, બર્મિંગહામ અને પ્રેસ્ટનમાં શાનદાર "માતૃ વંદના" કાર્યક્રમોની ઝળહળતી સફળતા અને મનનીય માહિતી ધરાવતા "માતૃ વંદના વિશેષાંક"ની લોકપ્રિયતા બાદ આગામી તા. ૧૮મી જૂન ૨૦૧૭ રવિવારના રોજ આવી રહેલા ફાધર્સ ડે પ્રસંગે આપના પ્રાણપ્રિય સાપ્તાહિકો "ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ"ના ઉપક્રમે ભારતના વિખ્યાત ગાયક કલાકાર શ્રીમતી માયા દીપક અને તેમના સ્થાનિક સાથી કલાકારો દ્વારા તૈયાર કરાયેલા "પિતૃ વંદના અને ભૂલી બીસરી યાદે" જુની હિન્દી ફીલ્મી ગીતોના મનોરંજક કાર્યક્રમોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. બ્રિટનભરમાં પિતાની સેવાઅોને સાચા અર્થમાં ગીત સંગીતના માધ્યમથી વંદન કરીશું.
પોતાના પરિવારને સંપન્ન અને સધ્ધર કરી સંતાનોને વિકાસની કેડી પર પહોંચાડવા અથાક મહેનત કરનાર પિતાના એક્સક્લુસીવ ઇન્ટરવ્યુ, વિશેષ લેખ, અહેવાલ, પિતાએ ઉઠાવેલી જહેમતની રોચક વાતો અને બાળકો તથા પરિવાર માટે નોંધપાત્ર પ્રદાન કરનાર પિતા અંગે મનનીય લેખો રજૂ કરવામાં આવશે. આપના ઉછેરમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર પિતા વિશે લેખ સાથે રજૂ કરવા માંગતા હો, પિતાનો એક્સક્લુસીવ ઇન્ટરવ્યુ, પિતાને શબ્દોની અંજલિ આપવા માંગતા હો કે વંદન કરતો લેખ – પ્રોફાઇલ્સ રજૂ કરવા માંગતા હો તો આજે જ અમારો સંપર્ક કરવા નમ્ર વિનંતી છે.
આગામી કાર્યક્રમો
* શનિવાર તા. ૧૭ અને રવિવાર ૧૮ જુનના રોજ બે દિવસ માટે હેરો લેઝર સેન્ટરના મેસફિલ્ડ સ્યુટ ખાતે સાંજે ૬-૩૦થી "પિતૃ વંદના અને ભૂલી બીસરી યાદે"ના મનોરંજક ગીત સંગીત કાર્યક્રમનું આયોજન ડીનર સાથે કરવામાં આવ્યું છે. પ્રથમ ૮ લાઇન માટે ટિકીટનો દર માત્ર £૧૫ છે અને બાકીની લાઇન માટે ટિકીટનો દર £૧૨ રહેશે. ટિકીટ ખરીદનાર સર્વેને આનંદ મેળાની ટિકીટ મફત આપવામાં આવશે.
* શુક્રવાર તા. ૨૩મી જૂન ૨૦૧૭ના રોજ સાંજે ૬-૦૦થી કાર્ડીફ ખાતે અને "પિતૃ વંદના અને ભૂલી બીસરી યાદે"ના મનોરંજક કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. (ટિકીટ માટે સંપર્ક: વિમળાબેન પટેલ 07979 155 320)
* "પિતૃ વંદના અને ભૂલી બીસરી યાદે"ના મનોરંજક કાર્યક્રમનું આયોજન લેસ્ટર ખાતે થઇ રહ્યું છે જેની તારીખ આગામી સપ્તાહે જાહેર થશે.
“પિતૃ વંદના" કાર્યક્રમોનું આયોજન યુકેની વિવિધ સ્થાનિક સંસ્થાઅો અને સંગઠનો દ્વારા આગામી તા. ૯મી જૂનથી તા. ૨ જુલાઇ દરમિયાન કરવામાં આવી રહ્યું છે. આપના સામાજીક સંગઠન, મંડળ કે મંદિર દ્વારા ગીત – સંગીત કાર્યક્રમનું આયોજન કરવું હોય અથવા "પિતૃ વંદના" મેગેઝીન વિશે વધુ માહિતી જોઇતી હોય અને તા. ૧૭ અને તા. ૧૮ના કાર્યક્રમની ટીકીટ ખરીદવી હોય તો આજે જ અમારો સંપર્ક કરો. સંપર્ક: કમલ રાવ 020 7749 4001 / 0787 5 229 211 email: [email protected] અને કોકિલાબેન પટેલ 07875 229 177 અને [email protected]