લંડનઃ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા - યુકે અને યુરોપ દ્વારા સનાતન હિન્દુ ધર્મના મશાલવાહક પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણી થઇ રહી છે. આ પ્રસંગે વિશ્વ શાંતિ મહાયજ્ઞનું આયોજન થયું છે. જેમાં નિસ્ડન મંદિર ઉપરાંત બર્મિંગહામ, લેસ્ટર અને માંચેસ્ટરના બીએપીએસ મંદિર ખાતે વિદ્વાન પંડિતો દ્વારા ઇન્ડોર મહાયજ્ઞ યોજાશે.
• બીએપીએસ નિસ્ડન મંદિર
2 જૂન - ગુરુવાર થી 5 જૂન - રવિવાર 2022
11 જૂન - શનિવાર થી 12 જૂન - રવિવાર 2022
• બીએપીએસ બર્મિંગહામ મંદિર
18 જૂન - શનિવાર થી 19 જૂન - રવિવાર 2022
• બીએપીએસ લેસ્ટર મંદિર
25 જૂન - શનિવાર થી 26 જૂન - રવિવાર 2022
• બીએપીએસ માંચેસ્ટર મંદિર
2 જુલાઇ - શનિવાર થી 3 જુલાઇ - રવિવાર 2022
આમાંના કોઇ પણ સ્થળે આપ આપના પરિવારજનો સાથે મહાયજ્ઞમાં જોડાઇ શકો છો. જોકે આયોજનમાં સુગમતા રહે તે માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. ભારત બહાર ભાગ્યે જ આટલા મોટા પાયે મહાયજ્ઞનું આયોજન થતું હોય છે. યુકેમાં આ અગાઉ 1995માં નિસ્ડન મંદિર ખુલ્લુ મૂકાયું ત્યારે બીએપીએસ દ્વારા મહાયજ્ઞનું આયોજન થયું હતું.
રજીસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ 22 મે 2022 છે. સમગ્ર આયોજન અંગેની વધુ વિગતો માટે સંપર્કઃ [email protected]