લંડનઃ બ્રિટનની સશસ્ત્ર સેનાના જવાનોએ દેશના હિન્દુ સમુદાય સાથે મળીને છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. યુકે આર્મ્ડ ફોર્સિસ હિન્દુ નેટવર્કે રક્ષાબંધન સમારંભનું આયોજન કર્યુ હતું. લંડનસ્થિત સંરક્ષણ મંત્રાલયમાં તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. તે સિવાય ન્યૂ કેસલ, સ્વિન્ડન, લિવરપૂલ અને લંડનમાં પણ લોકો મંદિરમાં ગયા હતા.
બ્રિટિશ સંરક્ષણ મંત્રી અર્લ હાર્વેએ કહ્યું હતું કે અમે એક-બીજાને રંગ-બેરંગી રાખડીઓ બાંધી હતી. અનોખો પ્રસંગ છે જે અમને મહાન હિન્દુ સમુદાય અને સશસ્ત્ર દળોને એક સાથે જોડવાના બહુઆયામી સંબંધોની યાદ અપાવે છે. પોતાની સુરક્ષા માટે આપણે એકજૂથ રહેવું જોઇએ. તે લોકો વિશે વાત કરવી જોઇએ જેઓ સહિષ્ણુતા, નિષ્પક્ષતા અને ગરિમામાં વિશ્વાસ ધરાવે છે.
લંડનસ્થિત સંરક્ષણ મંત્રાલયના વડામથક ખાતે મંત્રાલયના કર્મચારીઓ અને સિવિલ સેવકોના કાંડા પર રાખડી બાંધવામાં આવી હતી.