'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૯ અને ૧૦ જૂન ૨૦૧૮ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૦૦ દરમિયાન નોર્થ વેસ્ટ લંડનના હેરો લેઝર સેન્ટરના બાયરન હોલ (HA3 5BD) ખાતે સતત આઠમા વર્ષે આબાલવૃધ્ધ સૌ કોઇના લોકપ્રિય આનંદ મેળાનું શાનદાર આયોજન થઇ રહ્યું છે.
આનંદ મેળાનું એક મજા પડે તેવું આકર્ષણ હોય છે ખાણી-પીણી. જી હા, દર વર્ષની જેમ આ વર્ષે પણ આપ સૌને અસ્સલ પારંપરિક અને સ્વાદિષ્ટ ભારતીય વાનગીઅો અને વ્યંજનોનો રસથાળ પિરસવામાં આવશે. જેમાં પાવ ભાજી, વડા પાવ, ફરસાણમાં સમોસા, મસાલા મોગો, ચાટમાં ભેલપુરી, આલુ ટીક્કી ચાટ અને આપણો સૌનો મનપસંદ પાપડીનો લોટ અને અવનવી વાનગીઅોની મોજ માણવા મળશે. આ ઉપરાંત ગરમીમાં લહેજત આપે તેવો ફાલુદો અને આઇસ ક્રિમ સૌનુ મોજ કરાવશે અને વિવિધ પ્રકારના સોફટ ડ્રિંક્સ અને પીણાં આપણી તરસ છિપાવશે.
વિવિધ સંસ્થાઅોને પધારવા ભાવભર્યું નિમંત્રણ
દર વર્ષની જેમ આ વર્ષે પણ લંડન તેમજ આજુ-બાજુના નગરોમાંથી મોટી સંખ્યામાં સ્થાનિક ધાર્મિક – સામાજીક સંસ્થાઅોના અગ્રણીઅો અને સદસ્યો આનંદ મેળામાં મોટી સંખ્યામાં ભાગ લે છે. આ વર્ષે અમને કેટલાક સંગઠનો તરફથી તેઅો કોચ લઇને પોતાના સદસ્યો સાથે આનંદ મેળામાં આવી રહ્યા હોવાની જાણ કરવામાં આવી છે. જો આપ પણ આનંદ મેળામાં કોચ લઇને કે અન્ય વાહનો મારફતે આવવા માંગતા હો તો અમને આગોતરી જાણ કરવા વિનંતી છે જેથી આપના માટે જરૂરી વ્યવસ્થા કરી શકાય.
વેપાર ધંધાના વિકાસ માટે સોનેરી તક: આનંદ મેળો
આનંદ મેળો પ્રતિ વર્ષ નાના મોટા વેપારીઅોનો, ઘરેથી નાનકડો વેપાર કરતા એન્ટ્રપ્રેન્યોર્સને તેમના વેપારના પ્રસાર અને માર્કેટીંગ માટે પ્રોત્સાહન આપે છે. જો તમે પણ ઘર સજાવટની વસ્તુઅો, સાડીઅો, નવરાત્રી માટે ચણીયા ચોળી, સ્ત્રી-પુરૂષો માટે વેડીંગ કોસ્ચ્યુમ, મોદી સ્ટાઇલ જેકેટ, જ્વેલરી, મહેંદી, કપડા, પેક ફરસાણ, નાસ્તા વગેરેનો બિઝનેસ કરતા હો અથવા તો મેરેજ બ્યુરો, ટ્રાવેલ અને ટૂરીઝમ, શિક્ષણ, ફાઇનાન્સ-બેન્કિંગ અને ઇન્સ્યુરંશ ક્ષેત્ર સહિત વિવિધ સેવાઅો આપતા હો તો આનંદ મેળામાં સ્ટોલ કરીને વધારાની કમાણી કરવાની આ શ્રેષ્ઠ તક છે. સ્ટોલ કરીને તમે નવા ગ્રાહકો તો મેળવશો જ સાથે સાથે બિઝનેસની જાહેરાત કરવાની અમુલ્ય તક મળશે. બે દિવસ દરમિયાન યોજાનાર આનંદ મેળામાં ઉપસ્થિત રહેતા વિશાળ સમુદાય સુધી આપ પહોંચી શકશો. સૌના આકર્ષણનું કેન્દ્ર બનતા આનંદ મેળામાં આપનો સ્ટોલ બુક કરાવવા આજે જ ફોન કરો. સ્ટોલ બુકીંગ અને વધુ માહિતી માટે હમણાં જ ફોન કરો 020 7749 4080.
ગીત-સંગીત-નૃત્ય-મનોરંજનનો મહાસાગર
આનંદ મેળાના સૌથી લોકપ્રિય અને સૌનું આકર્ષણ બનતા મનોરંજક કાર્યક્રમોમાં દર વર્ષે બ્રિટનના જાણીતા ગાયક કલાકારો, વિવિધ ડાન્સ એકેડેમીના કલાકારો અને વિવિધ સંસ્થાઅોના સદસ્યો પોતાના ગીત-સંગીત અને નૃત્યના કાર્યક્રમો રજૂ કરે છે. આ વર્ષે પણ અમને વિવિધ ગૃપ તરફથી કલા- કાર્યક્રમો રજૂ કરવા માટે રજૂઆતો મળી છે અને તેમની પસંદગી ચાલુ છે. જો આપ આનંદ મેળામાં ગીત-સંગીત કે અન્ય કોઇ કલા કે કાર્યક્રમ રજૂ કરવા માંગતા હો તો આજે જ અમારો સંપર્ક કરો.
સંપર્ક: કમલ રાવનો ઇમેઇલ [email protected] / 07875 229 211.
કોકિલાબેન પટેલ [email protected] / 07875 229 177
કિશોરભાઇ પરમાર [email protected] / 07875 229 088.