ભાદરણ બંધુ સમાજનો પિકનિક ડે

Tuesday 08th August 2023 11:35 EDT
 

ભાદરણ બંધુ સમાજ દ્વારા 13 ઓગસ્ટના રોજ (સવારે 10.00થી રાત્રે 8.00) એન્યુઅલ જનરલ મિટિંગ (એજીએમ) અને પિકનિક ડેનું આયોજન કરાયું છે. સંસ્થાના પ્રમુખ બિમલભાઇ પટેલના જણાવ્યા પ્રમાણે ગીત-સંગીત, હંસીમજાક અને મિત્રો-સ્વજનો સાથે મિલન-મુલાકાતના શાનદાર સમન્વય સમાન ફેમિલી પિકનિકનો લ્હાવો લેવા માટે સમાજના સહુ કોઇ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ પ્રસંગે લિજ્જતદાર ભોજનનું આયોજન કરાયું છે તો સાથે સાથે જ આધુનિક જીવનશૈલીની આડઅસર એવી ડાયાબિટીસની બીમારી પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે વિનામૂલ્યે બ્લડટેસ્ટની પણ વ્યવસ્થા કરાઇ છે. સમગ્ર આયોજનની વધુ માહિતી માટે સંપર્કઃ નિરુપા - 07804 492576 / કિરણ 07956 219952 / ગાર્ગી 07976 575971 / કિન્નરી 07834 491420 સ્થળઃ કિંગ્સબરી હાઇક્સૂલ (અપર સ્કૂલ), પ્રિન્સેસ એવન્યુ, કિંગ્સબરી, લંડન - NW9 9JR


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter