ભારતીય જનતા પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ અને રાજ્યસભાના ભૂતપુર્વ સાંસદ પરષોત્તમભાઇ રૂપાલાએ વેમ્બલીના રેપ્ટન એવન્યુ સ્થિત જલારામ જ્યોત મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે મંદિરના અગ્રણી શ્રી સીજે રાભેરૂ તેમજ ગીરીશભાઇ મશરૂ સાથે મંદિર નિર્માણ તેમજ મંદિરની વિવિધ પ્રવૃત્તિઅો વિષે માહિતી મેળવી હતી. પ્રસ્તુત તસવીરમાં ડાબેથી શ્રી રૂપાલા અને શ્રી રાભેરૂ નજરે પડે છે.