મિલન ગૃપ અોફ વોલિંગ્ટન દ્વારા તા. ૨૦મી ડીસેમ્બરના રોજ ક્રિસમસ લંચ કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સટનના મેયરેસ જીન ક્રોસ્બી મુખ્ય મહેમાન તરીકે, ડેપ્યુટી મેયર સ્ટીવ કૂક, કાઉન્સિલર નલિની પટેલ, અન્ય સ્થાનિક કાઉન્સિલર્સ અને અગ્રણીઅો સહિત સંસ્થાના ૬૦ જેટલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સંસ્થા દ્વારા વિવિધ પ્રવૃત્તિનુંઆયોજન કરાયું હતું જેના દ્વારા £૨૭૦નું ફંડ એકત્ર કરાયું હતું. જેના દ્વારા સરેની ક્વીન મેરીઝ (સેન્ટ હીલીયર્સ) હોસ્પિટલ, કાર્સલટનના બાળકો માટે રમકડા ખરીદીને ભેટ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પધારેલા મહેમાનો પણ રમકડા ખરીદીને લાવ્યા હતા. સંસ્થાના પ્રમુખ શ્રી કાંતિભાઇ ગણાત્રા અને મહેન્દ્રભાઇ ખુદ જાતે જઇને હોસ્પિટલમાં £૩૬૦ના મુલ્યના રમકડાની ભેટ પહોંચાડી આવ્યા હતા જેથી ક્રિસમસ પર્વ દરમિયાન હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ બાળકો રમી શકે. હોસ્પિટલના સત્તાવાળાઅોએ સાભાર સ્વીકાર કરી આનંદ વ્યક્ત કર્યો હતો.