કેન્યાના મોમ્બાસાથી વર્ષો પહેલાં અત્રે આવી વસેલી બહેનોનું ગત ૧૧ સપ્ટેમ્બરે સ્નેહમિલન યોજાયું હતું જેમાં ૧૧૫થી વધુ મોમ્બાસાની વહુ-દીકરીઓએ ખૂબ હોંશભેર ભાગ લઇ ભૂતકાળને તાજો કર્યો હતો. કેટલીક બહેનો ૫૦-૬૦ વર્ષ મળ્યાનો આનંદ વ્યક્ત કરી ભાવવિભોર બની હતી. આ મિલન સમારોહમાં ૯૮ વર્ષનાં બહેનો પણ ઉપસ્થિત રહ્યાં હતા. આફ્રિકન ડ્રેસીસમાં સજ્જ બહેનો માલી માલી વાળી સ્વાહિલી ભાષામાં વાતો કરતી. આ પ્રસંગે બહેનોએ ગોમા કરી કેન્યાનું રાષ્ટ્રગીત પણ ગાયું હતું. મોમ્બાસા લેડીઝ સ્નેહમિલનનું આયોજન કરનાર નીમાબેન કક્કડનો સૌએ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. ઉષાબેન લાખાણી તથા દિનાબેન ગણાત્રાએ પ્રથમ વખત આવું સરસ આયોજન કરવા બદલ નીમાબેનને બિરદાવ્યાં હતાં.