રંગીલા ઇવેન્ટ્સ દ્વારા આયોજીત ફ્રેન્ડસ થિયેટર ગ્રુપના નાટકો ‘હવે તો માની જાવ’ તથા ‘હસતા રહો ગમતા રહો’ તા. ૧૧-૫થી તા. ૨૦-૫ સુધી લંડનમાં ક્રોયડન, લેસ્ટર, બ્રાઇટન, ઇલફર્ડ, હેરો આર્ટ સેન્ટર ખાતે ખૂબ જ સારી રીતે ભજવાયા હતા. જેની સર્વે પ્રેક્ષકોએ ખૂબ પ્રશંસા કરી હતી.
ટીવી - નાટ્ય જગતના જાણીતા કલાકારો જૈમીની ત્રિવેદી, કિરીટ પંડ્યા, સુનિલ વાઘેલા, દિપીકા રાવલ તથા અન્ય કલાકારોએ સૌ પ્રક્ષકોને ખૂબ જ હસાવ્યા હતા અને આપણી માતૃભાષા ગુજરાતીને ભૂલવી ન જોઈએ તેવો સંદેશ આપ્યો હતો.
હેરો આર્ટ્સ સેન્ટરમાં તો ૧૦થી ૭૦ વર્ષના પ્રેક્ષકોએ મન ભરીને નાટક માણ્યું હતું જે ગૌરવની વાત છે. આ નાટકને સફળ રીતે રજૂ કરવામાં રંગીલા ઇવેન્ટ્સના નરોત્તમ પટેલ, અનંત પટેલ તથા કાજલ પટેલનો ખૂબ મોટો ફાળો રહ્યો હતો. રંગીલા ઇવેન્ટસ દ્વારા સપ્ટેમ્બરમાં પણ ફ્રેન્ડસ થિયેટર ગ્રુપનું નવું નાટક આવી રહ્યું છે જેને સૌ દર્શકો તરફથી સારો સહકાર મળી રહે તેવી આશા છે. સંપર્ક: કાજલ પટેલ 07871 544 192