લંડનઃ SOAS SAHM દ્વારા આયોજિત ફેસ્ટિવલ ‘જર્નિઝ ઓફ એમ્પાયર એન્ડ ડિસપર્સ્ડ ડાયસ્પોરાસ’ બ્રુનેઇ ગેલેરી રૂમ્સ ખાતે અદ્દભૂત સામાજિક મોકળાશ આપે છે. અહીં મુલાકાતી હેન્ગઆઉટ સેશન્સમાં મિત્રો સાથે મુલાકાત કરી શકે છે, સ્ક્રીન પર સોશિયલ મીડિયાનો આનંદ માણી શકે છે અને અગ્રણી કલાકારો દ્વારા આયોજિત થનારા વિવિધ કાર્યક્રમોની મજા માણી શકે છે. અહીં હસ્તકલા પ્રદર્શન દ્વારા ગુજરાતીઓના સફળ સ્થળાંતરની જાણકારી અપાઇ છે. આશા બુચ ચરખા પર સૂતર કાંતી બતાવશે. મહાત્મા ગાંધી દ્વારા ડિઝાઇન કરાયેલા આ ચરખાએ ભારતમાં દરેક વ્યક્તિને સૂતર કાંતવામાં સક્ષમ બનાવી હતી. સૌમ્યા સિંહ મિરર એમ્બ્રોઇડરી પ્રદર્શિત કરશે. આભલા ભરતકામ પ્રિયા પટેલ દ્વારા રજૂ કરાશે. નયના છત્રાલિયા મણકાની માળાઓ કેવી રીતે બનાવી શકાય તેનું નિદર્શન કરશે તો સોનલ પટેલ સદીઓ જૂની મહેંદીકળા રજૂ કરશે. SOAS SAHM ફેસ્ટિવલમાં લતા દેસાઇ દ્વારા અદ્દભૂત યોગદાન અપાયું છે.
તારીખઃ 16 જુલાઇ - સમયઃ સવારે 11.30થી બપોરે 2.30
સ્થળઃ બ્રુનેઇ ગેલેરી, રસેલ સ્કવેર, લંડન - WC1H 0XG