ઇલફર્ડ – રેડબ્રિજ સ્થિત રેડબ્રિજ એશિયન મંડળ (રામ)ને તેની સામાજીક સેવાઅો બદલ રેડબ્રિજના મેયર કાઉન્સિલર એશ્લી કીસીન તરફથી તા. ૯ માર્ચના રોજ રેડબ્રિજ ટાઉન હોલ ખાતે કોમ્યુનિટી એવોર્ડ એનાયત કરાયો હતો. કુલ ૬ એવોર્ડ કેટેગરી પૈકી 'રામ' ને 'કેરીંગ ફોર અધર્સ ઇન રેડબ્રિજ' માટે એવોર્ડ એનાયત થયો હતો.
આ પ્રસંગે ડેપ્યુટી લેફ્ટનન્ટ અોફ રેડબ્રિજે 'રામ' વિષે માહિતી અપતાં જણાવ્યું હતું કે 'રામ' દ્વારા જે લોકો ઘરમાં બેસી રહે છે અને એકલતા અનુભવે છે તેમને સૌને ઘરની બહાર લાવવામાં આવે છે અને તેમને સમુદાયમાં હળવા મળવા અને રામની વિવિધ પ્રવૃત્તીમાં જોડાવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે.