દારેસલામ, ટાન્ઝાનીયા ખાતે રહેતા અને સ્વ. સર શ્રી જે.કે. ચાંદેના ધર્મપત્ની શ્રીમતી લેડી જયાલક્ષ્મીબેન ચાંદેનું ટૂંકી માંદગી બાદ ૮૦ વર્ષની વયે ગત શુક્રવારે તા. ૧ ડીસેમ્બરના રોજ નિધન થયું હતું. 'જયલી'ના હુલામણા નામે મિત્રો અને સંબંધીઅોમાં અોળખાતા જયાલક્ષ્મી ચાંદે ઉર્ફે માધવાણીનો જન્મ જીન્જા, યુગાન્ડામાં થયો હતો. ૧૯૫૫માં તેમના લગ્ન દારેસલામ - ટાઝાનિયાના શ્રી જયંતિલાલ કેશવજી (સર જેકે) ચાંદે સાથે થયા હતા. તેમને ત્રણ પુત્રો અને ત્રણ પૌત્રો છે.
જયલી હાલમાં હિન્દુ મહિલા મંડળના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર ટ્રસ્ટી હતાં, જ્યાં તેમણે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) સાથે મળીને મંડળની નવી ઇમારતનું નિર્માણ કર્યું હતું.
તેઅો શાળામાં આભ્યાસ કરતાં હતાં ત્યારે તેમને બાસ્કેટબોલ અને ટેબલ ટેનિસ રમતા હતા. એક સમયે તેઅો 'માહજોંગ'ના શોખીન હતો અને છેલ્લે તેઅો રમી અને પુલનો આનંદ માણતા હતા. જયલીને રસોઇ બનાવવાનું ખૂબજ ગમતું હતું અને તેથી જ તો તેમણે 'રુચિતા' નામનું પુસ્તક પ્રકાશીત કર્યું હતું, જેમાં શાકાહારી વાનગીઓનો સમાવેશ કરાયો હતો અને તે પુસ્તકનું શાકાહારી વાનગીઅોના પ્રેમીઓને વિતરણ કરાયું હતું. .
છેલ્લાં ૬૦ વર્ષથી, તેઅો હરહંમેશ પતિ સર જે કે ચાંદેની પડખે રહેતા હતા અને તેમના દરેક કાર્યમાં અર્થપૂર્ણ ટેકો આપતા અને પિતાના તમામ સામુદાયીક, કલ્યાણ અને અન્ય પ્રવૃત્તિઓમાં મદદ કરી હતી. પરમકૃપાળુ પરમાત્મા સદ્ગતના આત્માને શાશ્વત શાંતિ આપે એવી 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' પરિવારની પ્રાર્થના.