ડિઝાઇનર ટ્રેડીશનલ ચણીયા ચોળી, સાડીઅો, લહેંગા ચોલી, બ્રાઇડમેડ્સ આઉટફૂટ, રેડીમેઇડ બ્લાઉસીસ, પ્રિમીયમ દુપટ્ટા, કુર્તીઝ, ઇન્ડો વેસ્ટર્ન, ડિઝાઇનર ગાઉન, સલવાર કમીઝ અને ટ્યુનીક્સ સહિત વિવિધ પારંપરીક એથનીક વેર માટે જો તમે આનંદ મેળામાં કોઇ સ્ટોલ શોધતા હો તો તે છે 'રંગવેશ' – સ્ટોલ નં. ૩૨.
ફેશનેબલ લેડીઝ એથનીક વેર માટે અમેરિકા, યુકે અને વિશ્વના અન્ય દેશોમાં નામના મેળવનાર 'રંગવેશ' વન સ્ટોપ શોપીંગ પ્લેસ તરીકે વિખ્યાત છે. ૨૦૦૭માં ગુજરાતના બારડોલીમાં સ્થાપવામાં આવેલ રંગવેશના સંચાલક અને ડિઝાઇનર રચના કાપડીયા દ્વારા ડીઝાઇન કરાયેલા એથનીક એટાયરની માંગ વિશ્વસ્તરે વિકસી છે અને તેમને બેહદ સફળતા મળી છે. તેમને ત્યાં પહેલી જ નજરે ગમી જાય તેવા લેટેસ્ટ ડિઝાઇનના કપડા ખૂબજ વ્યાજબી દરે મળે છે. લંડનવાસીઅોની માંગને પગલે હવે રંગવેશ અને રચનાબેન આનંદ મેલામાં ભાગ માટે લેવા વિવિધ ડીઝાઇનર એથનીક વેર લઇને લંડન આવી રહ્યા છે. ચાલો તેમના સ્ટોલ નંબર ૩૨ની મુલાકાત લઇએ. Www.rangveshbardoli.com