લેસ્ટર સાઈબાબા મંદિરનો નવા સ્થાને ભવ્ય ઉદ્ઘાટન સમારોહ

Wednesday 28th February 2024 05:37 EST
 
 

લેસ્ટરઃ સાઈબાબાના ભક્તજનો માટે આનંદના સમાચાર છે. શિરડી સાઈબાબા ટેમ્પલ એસોસિયેશન ઓફ લંડન હસ્તકના લેસ્ટરમાં કોલ્ટન સ્ટ્રીટ ખાતે આવેલું સાઈબાબા મંદિર નવા સ્થળે ખસેડાઈ રહ્યું છે. મંદિરનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ 2 અને 3 માર્ચ 2024ના રોજ સવારના 9.00 કલાકથી યોજાનાર છે જેમાં સર્વ ભક્તોને હાજરી આપવા આમંત્રિત કરવામાં આવ્યા છે. લેસ્ટરમાં સાઈબાબા મંદિર હવે 18 MELTON STREET, LEICESTER, LE1 3NBના નવા સરનામે કાર્યરત થશે. લેસ્ટર સાઈબાબા મંદિરનો ટેલિફોન નંબર 0116 367 1833 છે. ભક્તો લેસ્ટરના સાઈબાબા મંદિર ઉપરાંત, યુકેમાં વેમ્બલી (Union Hall, Union Road, Wembley, Middlesex, HA0 4AU – Tel: 0208 902 2311) અને રીડિંગ (44 West Street, (Next to Primark), Reading RG1 1TZ --Tel: 0118 959 1084) ખાતે આવેલા સાઈબાબા મંદિરોમાં પણ દર્શનનો લાભ લઈ શકે છે. શિરડી સાઈબાબા સંસ્થાનનો રજિસ્ટર્ડ ચેરિટી નંબર 113853 છે અને કોઈ પણ પૂછપરછ અથવા માહિતી પ્રાપ્ત કરવા માટે ઈમેઈલ info@ shirdisai.org.uk દ્વારા સંપર્ક કરી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter