થોડા દિવસ અગાઉ અમે ટ્વીટ કર્યું હતું કે ટૂંક સમયમાં મોટી જાહેરાત કરશું. આખરે તે ઘડી આવી પહોંચી છે. આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડિયા ગ્લોબલ વીક ૨૦૨૦ના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરશે. કોવિડ-૧૯ મહામારી શરૂ થઈ તે પછી વિશ્વના લોકો સમક્ષ આ તેમનું પ્રથમ મુખ્ય વક્તવ્ય હશે. તેમના વક્તવ્યને વૈશ્વિક સમુદાય આતુરતાપૂર્વક નિહાળશે તેમ હું માનું છું. આ કોન્ફરન્સ માટે આપ www.indiaglobalweek.com પર રજિસ્ટ્રેશન કરાવીને નિહાળી શકશો. ૯થી ૧૧ જુલાઈના ત્રણ દિવસ વચ્ચે અમારા ભરચક કાર્યક્રમોમાં સ્ટાર વક્તાઓની યાદીમાં વડા પ્રધાન મોદી સૌથી મોખરે છે. યાદીમાં ભારતના અન્ય વક્તાઓમાં વિદેશ બાબતોના પ્રધાન એસ જયશંકર, વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ, આઈટી-કાયદા પ્રધાન રવિ શંકર પ્રસાદ અને સ્કીલ્સ મિનિસ્ટર મહેન્દ્રનાથ પાંડેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, HRH પ્રિન્સ ઓફ વેલ્સ તેમજ ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબ, હોમ સેક્રેટરી પ્રિતી પટેલ, હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક અને ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી લીઝ ટ્રુસ સહિત યુકેના કેબિનેટ મિનિસ્ટર્સ સંબોધશે. તેઓ કોવિડ બાદ અને બ્રેક્ઝિટ બાદની પરિસ્થિતિમાં ભારતને મધ્યમાં રાખીને તેમના વિચારો રજૂ કરશે.
જીઓપોલિટિક્સ અને બિઝનેસથી લઈને કલ્ચર અને ડાયસ્પોરા સહિત વિવિધ વિષયો અને ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, યુકે અને અમેરિકાના અન્ય આંતરરાષ્ટ્રીય વક્તાઓમાં ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ વો, યુએસ–ઈન્ડિયા સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ ફોરમના પ્રેસિડેન્ટ-સીઈઓ ડો. મુકેશ આઘી, ઈકોનોમિક ડેવલપમેન્ટ બોર્ડ-સિંગાપુરના મેને. ડિરેક્ટર ચાંગ કેઈ ફોંગ અને લોર્ડ મેયર ઓફ ધ સિટી ઓફ લંડન વિલિયમ રસેલ સામેલ છે. અન્ય વિશેષતામાં ‘ધ બીગ બેંગ થીયરી’ના જાણીતા અભિનેતા કુણાલ નય્યર, ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુ સાથે વાર્તાલાપ, આધ્યાત્મિક વડા શ્રી શ્રી રવિશંકર સાથે ચર્ચા અને અગાઉ કદી ન જોયો હોય તેવા મધુ નટરાજ અને તેમની ટીમના પર્ફોર્મન્સનો સમાવેશ થાય છે. ઈન્ડિયા ગ્લોબલ વીક ન ચૂકવા જેવો ઈવેન્ટ છે. ઈવેન્ટમાં ‘ભારત વિશ્વને મળે છે અને વિશ્વ ભારતને મળે છે’. (‘India Meets the World, and the World Meets India’). તો ચૂકશો નહીં લોગ ઓન કરો અને હમણાં જ www.indiaglobalweek.com પર રજિસ્ટ્રેશન કરાવો અને આપણે સૌ થઈએ #BeTheRevival