લાગલગાટ ૩૧ વર્ષથી યુરોપના બેલ્જીયમ અને યુકે, અમેરિકા, કેનેડા, જાપાન, ઓસ્ટ્રેલિયા સહિત ૩૦થી વધુ દેશોમાં ૩,૦૦૦થી વધુ કાર્યક્રમો રજૂ કરી ગીત-સંગીતના માધ્યમથી ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરી રહેલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ગાયક શ્રી વિનોદ પટેલ આગામી તા. ૧૨મી જુલાઇથી ૧૬મી અોગસ્ટ દરમિયાન યુકેના પ્રવાસે પધારી રહ્યા છે.
ભજન, કિર્તન, ગુજરાતી ગીત, ગઝલ, લોકગીત, દોહા-છંદ ઉપરાંત હિન્દી ભક્તિ સંગીત દ્વારા તેમણે ભારે લોકચાહના મેળવી છે. તેમના કંઠે સ્વામિનારાયણ કિર્તન, વૈષ્ણવ કિર્તન, જૈન, ભાવના, સોળ સંસ્કાર, શ્રી રામ ગાન, ગુજરાતી ગીત - ગઝલ અને વિવેકાનંદ સંગીત કાર્યક્રમ સાંભળવો એ એક લ્હાવો છે. અત્યાર સુધીમાં તેમની ૭૫ ડીવીડી-સીડી રજૂ થઈ છે.
તેમણે અમદાવાદના ગાંધર્વ મહાવિદ્યાલયમાંથી સંગીત વિશારદ તથા સંગીત શિક્ષાવિશારદ (ગાયન)માં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેઓ આકાશવાણી, રાજકોટના ‘એ’ ગ્રેડના લોકસંગીત કલાકાર છે. ગુજરાત સરકારના ગુજરાત ગૌરવ પુરસ્કાર, રત્નાકર એવોર્ડ સહિત દેશ-વિદેશમાં ૧૫ જેટલાં એવોર્ડથી તેમનું સન્માન થયેલ છે. સંપર્ક. 07440 061 307.