લંડનઃ અમદાવાદના જાસપુર ખાતે સાકાર થઇ રહેલા ભવ્યાતિભવ્ય વિશ્વ ઉમિયા ધામની બ્રિટન શાખા એવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન યુકે પરિવારનું સ્નેહ મિલન શનિવાર - 16 સપ્ટેમ્બરના રોજ બપોરે 12થી સાંજના 4.00 વાગ્યા સુધી યોજાયું છે. કિંગ્સબરી હાઇ સ્કૂલ - લોઅર (બેકન લેન, કિંગ્સબરી બ્રેન્ટ NW9 9AT) ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં હાજરી આપવા સમાજના તમામ સભ્યોને આમંત્રણ અપાયું છે. ઉલ્લેખનીય છે કે આર. પી. પટેલના પ્રમુખપદ હેઠળ કાર્યરત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા જાસપુર ખાતે જગતજનની માતા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચું 504 ફૂટનું મંદિર આકાર લઇ રહ્યું છે.