શબ્દોથી અંજલિ આપી "માતૃ વંદના" કરવાનો અણમોલ અવસર: માતૃ વંદના - મધર્સ ડે સ્પેશ્યલ મેગેઝીન

- કમલ રાવ Tuesday 02nd January 2018 12:07 EST
 
 

આપણા જીવનની સૌથી મહત્વપૂર્ણ કોઇ વ્યક્તિ હોય તો તે જનેતા છે, જેની સાથે આપણે કુદરતી રીતે, મન મૂકીને, વિના સંકોચે આસાનીથી જોડાઇ શકીએ છીએ. જીવનનાં દરેક મુશ્કેલ કાર્યોમાં આપણી જનેતા સૌ પ્રથમ મદદરૂપ થતી હતી. દુનિયાની દરેક વ્યક્તિ માટે, માતા મહાન શિક્ષક સાબીત થઇ છે. કરુણા, પ્રેમ અને નિર્ભયતાની શિક્ષક જનેતા છે. માતાની હુંફ ભલભલા કપરા દિવસો સામે ઢાલ બની શકે છે.

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૧૧મી માર્ચના રોજ આવી રહેલ મધર્સ ડે પ્રસંગે એક્સક્લુસીવ ઇન્ટરવ્યુ, વિશેષ લેખ, અહેવાલ, જનેતાની હ્રદયદ્રાવક વાતો અને નોંધપાત્ર પ્રદાન કરનાર જનેતાઅો વિષેના મનનીય લેખો સહિત આપણા સૌનું અદકેરૂ ઘડતર કરનાર જનેતાને કોટી કોટી વંદન કરતો વિશેષાંક "માતૃ વંદના - મધર્સ ડે સ્પેશ્યલ મેગેઝીન" પ્રસિધ્ધ કરવામાં આવશે.

आयु: पुमान् यश: स्वर्ग कीर्ति पुण्यं बलं श्रियं ।

पशु सुखं धनं धान्यं प्राप्नुयान्मातृ वन्दनात् ।।

અર્થાત જે વ્યક્તિ પોતાની માતાની સચ્ચાઈપૂર્વક સેવા કરે છે તેને લાંબુ જીવન, સફળતા, સ્વર્ગ, ખ્યાતિ, લક્ષ્મી, સંપત્તિ, ઢોર, ખાદ્ય અનાજ અને દરેક આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

ગત વર્ષે “માતૃ વંદના - મધર્સ ડે સ્પેશ્યલ” વિશેષાંકનું ભારતીય વિદ્યાભવન ખાતે માયા દીપક અને ગૃપના સુરીલા ગીત સંગીત સાથે લોર્ડ જીતેશ ગઢીયા દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. રસપ્રદ લેખોથી સુસજ્જ ગ્લોસી પેપર પર તૈયાર કરાયેલ “માતૃ વંદના - મધર્સ ડે સ્પેશ્યલ” વિશેષાંક ‘ગુજરાત સમાચાર’ના સર્વે લવાજમી ગ્રાહક મિત્રોને મોકલવામાં આવ્યો હતો જેને સજ્જડ સફળતા સાંપડી હતી. મધર્સ ડે પ્રસંગે ભારતીય વિદ્યા ભવન, લંડન, બાર્કિંગ, બર્મિંગહામ, લેસ્ટર અને પ્રેસ્ટનમાં જાણીતા ગાયીકા સુશ્રી માયા દીપકના ગીત-સંગીત કાર્યક્રમોને પણ શાનદાર સફળતા સાંપડી હતી.

આ વર્ષે ફેબ્રુઆરી માસના અંતમાં પ્રસિધ્ધ થનાર વિશેષાંકમાં આપ પોતાની જનેતાના એક્સક્લુસીવ ઇન્ટરવ્યુ, વિશેષ લેખ, જનેતાની હ્રદયદ્રાવક વાતો રજૂ કરવા માંગતા હો અથવા તો વિશેષાંક વિશે વધુ માહિતી જોઇતી હોય તો આજે જ અમારો સંપર્ક કરો.

સંપર્ક: કમલ રાવ 020 7749 4001 / 0787 5 229 211 email: [email protected]


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter