લંડનઃ શાંતિ ભવન યુકે ચેપ્ટર દ્વારા 2023નો ભવ્ય ફંડરેઈઝિંગ ઈવેન્ટ ગુરુવાર 9 નવેમ્બરે લંડનમાં યોજાનાર છે. શાંતિ ભવનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,‘લંડનમાં No.11, કેવેન્ડિશ સ્ક્વેરના સુંદર વાતાવરણમાં સંગીતની સાથે આ ફંડરેઈઝિંગ ઈવેન્ટમાં નેટવર્કિંગ સાંજ માટે આપને અમારા ડાયરેક્ટર ઓફ ઓપરેશન્સ અજિત જ્યોર્જ, બોર્ડ મેમ્બર્સ અને અમારા સમર્થકોને મળવા આમંત્રિત કરીએ છીએ. અમે શાંતિ ભવનના ગ્રેજ્યુએટ્સના યજમાન બની આનંદ અનુભવીશું જેઓ પોતાની અકલ્પનીય કથામાં સહુને સહભાગી બનાવશે. આના પરિણામે, અમારા સમર્થકો પણ તેમના દાનની બહુમૂલ્ય અસરને પ્રત્યક્ષ નિહાળી શકશે.’
પ્રવક્તાએ વધુમાં ઉમેર્યું હતું કે,‘ શાંતિ ભવને 24 છોકરી અને 24 છોકરાના તેના પ્રથમ વર્ગને 1997માં આવકાર આપ્યો હતો. 26 વર્ષના સમયગાળામાં અમારા અવિરત અને દૃઢ સમર્પણે સફળ ગ્રેજ્યુએટ્સના વારસાનું સર્જન કર્યું છે. નેટફ્લિક્સની એવોર્ડવિજેતા ડોક્યુમેન્ટરી ‘ડોટર્સ ઓફ ડેસ્ટિની’માં શાંતિ ભવનની કથા કહેવાઈ છે અને સમગ્ર વિશ્વમાં તેને નિહાળી શકાય છે. વર્ષ 2024 મહત્ત્વનું બની રહેશે જ્યારે શાંતિ ભવન કર્ણાટકમાં તેની બીજી સ્કૂલના દ્વાર ખુલ્લા મૂકશે. અમારા દાતાઓના અતુલનીય સપોર્ટ વિના આમાંથી કશું શક્ય બન્યું ન હોત.’
તમે આ સાથેની લિન્કના ઉપયોગથી ભવ્ય ઈવેન્ટ માટે તમારી ટિકિટ સુરક્ષિત કરી લેશો. ઈવેન્ટની તમામ આવક શાંતિ ભવનને મળશે.
https://donorbox.org/events/499176