શિશુકુંજ દ્વારા 7 જુલાઇએ વોક ફોર ચિલ્ડ્રન

Wednesday 19th June 2024 05:43 EDT
 
 

લંડનઃ શિશુકુંજ દ્વારા 7 જુલાઈના રોજ સ્ટેનમોર કોમન ખાતે વોક ફોર ચિલ્ડ્રન (Walk 4 Children) યોજાશે. વોક ફોર ચિલ્ડ્રન શિશુકુંજના ટુક ટુક કેમ્પેઈનના ભાગરૂપે કેટલાક મહત્ત્વના પ્રોજેક્ટ માટે ભંડોળ એકત્ર કરવાનો હિસ્સો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત, શિશુકુંજ ઈન્ટરનેશનલ સ્કૂલ-ભૂજમાં વિદ્યાર્થી અને શિક્ષકોના રહેઠાણની વ્યવસ્થા - શાળાનું વિસ્તરણ અને ટીચર ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાશે. શિશુકુંજ ઈન્ટરનેશનલ સેવા પ્રોજેક્ટ્સ અંતર્ગત કોમ્પ્યુટર્સ, પુસ્તકો અને કેટ કિટ્સ અપાશે. ભારત અને કેન્યામાં વંચિત બાળકોને સપોર્ટ અને શિક્ષણ અપાશે. સાથે સાથે જ શિશુકુંજના બાળકોને સાંકળી સ્થાનિક યુકે પ્રોજેક્ટ્સને આ ભંડોળમાંથી સપોર્ટ થશે. સ્થાનિક ફૂડ બેન્ક્સ અને ઘરવિહોણા માટેની ચેરિટીઝ તેમજ અન્ય સખાવતી કાર્યોને મદદ કરાશે. વોક ફોર ચિલ્ડ્રનમાં સહુ કોઇ ભાગ લઇ શકે તે માટે 1 કિમી, 5 કિમી, 10 કિમી અને 20 કિમી અંતરના રૂટ રખાયા છે. વધુ માહિતી માટે સંપર્કઃ [email protected]
• તારીખ અને સમયઃ 7 જુલાઇ, સવારે 8.00
• સ્થળઃ હેરો રગ્બી ક્લબ,
વુડ લેન, સ્ટેનમોર - HA74LF


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter