શીવમ્ ટૂર્સ દ્વારા આયોજીત ઉત્તર ભારત અને ગુજરાતની યાત્રા કરીને ૩૩ યાત્રાળુઅોનું ગ્રુપ હેમખેમ પરત થયું હતું.
બર્મિંગહામથી ઉપડેલા ૩૩ વ્યક્તિઅોના આ ગ્રુપે દિલ્હી ખાતે ઉતરાણ કર્યું હતું અને ત્યાંથી કુરૂક્ષેત્ર, આગ્રા, અલ્હાબાદ, (પ્રયાગ ત્રિવેણી સંગમ) ચિત્રકુટ, સીતા મઢી, મથુરા, વૃંદાવન, જયપુર, પુશ્કર, શ્રીનાથજી, ઉદયપુર, શામળાજી, અંબાજી, મોઢેરા સુર્ય મંદિર, અમદાવાદ, સારંગપુર હનુમાનજી, ખોડીયાર માતાજી મંદિર – ભાવનગર, દિવ, સોમનાથ, જુનાગઢ, વિરપુર, પોરબંદર, હરસિધ્ધ માતાજી, દ્વારકા, બેટદ્વારકા, નાગેશ્વર, રાજકોટ, ચોટીલા, કચ્છ, માટેલ, અંજાર, ભુજ, આશાપુરા માતાનો મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર મહાદેવ, ડાકોર, પાવાગઢ, નવસારી અને મુંબઇની મુલાકાત લીધી હતી.
આ ટુરમાં જોડાયેલા મોટાભાગના લોકો વડિલો હતા અને શીવમ્ ટુર્સ દ્વારા તેમને ૩૦ દિવસની યાત્રા ખૂબ જ આરામદાયક વાહનોમાં સરસ રીતે કરાવાઇ હતી. આનંદની વાત એ હતી કે આ સગવડદાયી યાત્રામાં કોઇ જ યાત્રાળુને આરોગ્ય કે અન્ય કોઇ તકલીફ નડી નહોતી અને સૌએ શીવમ ટુર્સની સરભરા અને સેવાને માણી હતી.
એક યાત્રાળુ જયાબેન ચુડાસમાએ જણાવ્યું હતું કે "શીવમ ટુર્સની યાત્રામાં અમને પિરસવામાં આવેલું ભોજન ખૂબજ સરસ હતું અને આપવામાં આવેલી સગવડો અને સેવા ખુબજ મઝાની હતી. અમને યાત્રા દરમિયાન આરોગ્ય વિષયક કે અન્ય કોઇ તકલીફ પડી નહોતી.