લંડનના સડબરી સ્થિત શ્રી ગોવર્ધન નાથજી હવેલીના આચાર્ય ગાદીપતિ તરીકે પૂજ્ય ષષ્ઠગૃહાચાર્ય ગોસ્વામી શ્રી અભિષેક કુમારજી મહારાજશ્રી (મથુરા - કાલોલ - રાજકોટ)ની વરણી કરવામાં આવી છે. તા. ૭ જુલાઇ શનિવારના રોજ બપોરે ૩-૩૦ કલાકે સર્વે વૈષ્ણવોની ઉપસ્થિતિમાં સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા પૂજ્ય શ્રીનું આચાર્ય ગાદી પર આરોહણ કરાવી તિલક કરવામાં આવશે અને પૂજ્ય શ્રીની આજ્ઞા પ્રમાણે વૈષ્ણવો માટેના પુષ્ટિ સંસ્કારના આયોજનો શ્રી ગોવર્ધનનાથજી હવેલી દ્વારા કરવામાં આવશે.
પૂ. ગોસ્વામી શ્રી અભિષેક કુમારજી મહારાજશ્રીના મધુર કંઠે સૌ પ્રથમ વખત યુકેમાં શ્રીગિરિરાજધાર્યષ્ટકમ્ રસપાનનું આયોજન આગામી તા. ૭ જુલાઇ શનિવાર અને તા. ૮ જુલાઇ રવિવારે બપોરે ૩-૩૦થી ૬-૩૦ દરમિયાન લંડનની સૌ પ્રથમ હવેલી શ્રી ગોવર્ધનનાથજીની હવેલી, WASPS રગ્બી ગ્રાઉન્ડ, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી, મિડલસેક્સ HA0 3DW ખાતે કરવામાં આવ્યું છે. ત્યાર બાદ સર્વે વૈષ્ણવો માટે મહાપ્રસાદની વ્યવસ્થા હવેલીમાં કરવામાં આવી છે. સર્વે વૈષ્ણવોને ભવ્ય એવં દિવ્ય આચાર્ય ગાદિતિલક મનોરથમાં પધારવા શ્રી ગોવર્ધન નાથજી હવેલીના સર્વ ટ્રસ્ટીશ્રીઅોનું ભાવભર્યુ નિમંત્રણ છે. સંપર્ક: હવેલી 020 8902 8885.