રાજકોટના મોટી ટાંકી ચોક નજીકના ભાવીકોના આસ્થાના પ્રતિક સમાન પૂ.જલારામ પ્રાર્થના મંદિરના સ્થાપક પૂ.સંત ભાનુમા ૨૮ ડિસેમ્બર, ગુરૂવારે વહેલી સવારે બ્રહ્મલીન થતા ભાવીકોમાં ઘેરો શોક છવાઇ ગયો છે. તેમના પાર્થીવ દેહને દર્શનાર્થે શુક્રવારે સાંજ સુધી પૂ. જલારામ પ્રાર્થના મંદિર ખાતે રાખવામાં આવ્લયો હતો અને અંતિમક્રિયા શુક્રવારે સાંજે ૬.૩૦ વાગ્યે સંપન્ન થઇ હતી. મમ્મીબાઇ ભગવાનજી સોમૈયા ટ્રસ્ટ સંચાલીત પૂ.જલારામ પ્રાર્થના મંદિરની સ્થાપના કરનાર પૂ. ભાનુમા વર્ષોથી જલારામ પ્રાર્થના મંદિરમાં સંત માતા તરીકે સેવા આપતા હતા. તેઓ સંત તરીકેનું જીવન વિતાવતા હતા.
તા. ૧૬-૧૧-૧૯૬૯ના રોજ પૂ. જલારામ પ્રાર્થના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. પૂ. જલારામ પ્રાર્થના મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો પૂ. ભાનુમાની અધ્યક્ષતામાં યોજવામાં આવતા હતા. પૂ. જલારામ પ્રાર્થના મંદિરે દરરોજ મોટી સંખ્યામાં ભાવીકો દર્શન અને પૂજનનો લાભ લઇને ધન્યતા અનુભવતા હતા. પૂ. ભાનુમાના પાર્થીવ દેહને પૂ.જલારામ પ્રાર્થના મંદિર ખાતે ગુરૂવાર સાંજ સુધી દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. જયાં હજારો ભાવીકોએ શ્રધ્ધાંજલી અર્પણ કરી અંતિમ દર્શન કર્યા હતાં. લિસ્બન, લેસ્ટર, લંડન અને અમેરિકામાં રહેતાં પૂ. ભાનુમાના તમામ પરિવારજનો રાજકોટ પહોંચી ગયા છે.
કરાંચીવાળા સ્વ. જેષ્ઠારામ ભગવાનજીભાઇના સુપુત્રી તથા સ્વ. શ્રી તુલસીદાસ નાનજીભાઇ કક્કડના ધર્મપત્ની પૂ.જલારામ પ્રાર્થના મંદિરના સ્થાપક સંત માતા પૂ. ભાનુમા (ઉ.વ.૯૧) શ્રી દિલીપભાઇ તુલસીદાસ કક્કડ, પોર્ટુગલ નિવાસી જાણીતા ઉદ્યોગપતિ શ્રી તેજસભાઇ તુલસીદાસ કક્કડ, શ્રી અશોકભાઇ તુલસીદાસ કક્કડ, કોકીલ તુલસીદાસ કકકડ અને શ્રીમતી રૂપાબેન હિતેશભાઇ રાયચુરાના માતુશ્રી તા.ર૮ના રોજ બ્રહ્મલીન થયા છે. પૂ. ભાનુમાની પ્રાર્થનાસભા તા. ૩૦-૧ર-ર૦૧૭ને શનીવારે સાંજે ૪ થી પ દરમિયાન તેમના નિવાસસ્થાન શ્રી જલારામ પ્રાર્થના મંદિર પાસે, મોટી ટાંકી ચોક નજીક, રોકડીયા હનુમાન મંદિરવાળી શેરી, રાજકોટ ખાતે રાખેલ છે. તેજસભાઇનો સંપર્ક ૦૦૩૫૧ ૯૧૭ ૨૫૫ ૬૨૮.