શ્રીનાથજી હવેલી, સડબરી ખાતે અન્નકૂટ મહોત્સવ યોજાયો

Thursday 10th November 2016 10:00 EST
 
 

શ્રીનાથજી હવેલી, સડબરી ખાતે અન્નકૂટ મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હવેલીના મુખીયાજી બાબુભાઇ ત્રિવેદી અને તેમના પત્નીએ પુષ્ટીમાર્ગીય સિધ્ધાંતોનું ચુસ્ત પાલન કરીને અન્નકૂટની પ્રસાદી તૈયાર કરી હતી. સૌ વૈષ્ણવ ભક્તોિના દર્શન માટે મુખીયાજી અને ભક્તોએ ખૂબજ પ્રેમ અને ઉમંગ સાથે શ્રીજીબાવા સમક્ષ અન્નકૂટ સજાવ્યો હતો.

નૂતન વર્ષના પ્રારંભે સવારે ૬-૩૦થી જ વૈષ્ણવ ભક્તો દર્શને આવવા શરૂ થઇ ગયા હતા અને સાંજ સુધીમાં તો હજારો ભક્તો દર્શનનો લાભ લઇ ચૂક્યા હતા. વૈષ્ણવ ભક્તોનો માનવ મહેરામણ જોતાં હવેલીના ટ્રસ્ટીઅોએ રાતના ૧૧ સુધી સૌ વૈષ્ણવોને દર્શનનો લાભ આપ્યો હતો. આ વર્ષે શ્રીનાથજી હવેલીના દર્શને સૌથી મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા અને કેટલાકને તો આ સ્થળે હવેલી છે તેની પણ જાણ નહોતી. શ્રીનાથજી હવેલીના ટ્રસ્ટીઅો અને મેનેજમેન્ટ દ્વારા ઉત્સવની ઉજવણીમાં સહકાર આપનાર સૌ વૈષ્ણવોનો આભાર વ્યક્ત કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter