શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા વિવિધ સખાવતી કાર્યો માટે £૪૯,૦૦૦ અર્પણ કરવા પૂ. શ્રી રાકેશભાઇની ઉપસ્થિતીમાં એક વિશેષ કાર્યક્રમનું અયોજન JFS કેન્ટન સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વિશેષ જરૂરીયાત ધરાવતા બાળકો માટે સેન્સરી ગાર્ડન ખોલવા માટે વોટફર્ડ સ્થિત નેસ્કોટ લોન રીસ્પાઇટ કેર યુનિટ ફોર ચિલ્ડ્રનને £૭,૦૦૦ અને ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં સાયન્સ કોલેજની સ્થાપના માટે શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર (ઇન્ડિયા)ને £૪૨,૫૦૬ નો ચેક અર્પણ કરાયો હતો.
આ બે સખાવતી કાર્યક્રમો માટે ગત વર્ષે ૧૯-૪-૧૪ના રોજ નોર્થ લંડનની મર્ચન્ટ ટેયલર્સ સ્કૂલ ખાતે ચેરીટી ફાયર વોકનું આયોજન કરાયું હતું. જેમાં જૈન તેમજ અન્ય સમુદાયના ૨૦૦ કરતા વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ૧૫ ફૂટ લાંબા અને ૧૨૦૦ ડીગ્રી સેલ્સીયસ જેટલું તાપમાન ધરાવતા અંગારાના પથ પર ચાલીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.