જૈન નેટવર્કના ઉપક્રમે રવિવાર તા.૧૬ જુન ૨૦૧૯ના બપોરે ૩ થી ૮ સંગીત સમ્રાટ શિરોમણી શ્રી નરેન્દ્ર વાનીગોટાની સંગીત સંધ્યાનો કાર્યક્રમ નવનાત સેન્ટર, પ્રીન્ટીંગ હાઉસ લેન, હેઝ, UB3 1AR ખાતે યોજવામાં આવ્યો છે.
આ પ્રોગ્રામમાં જૈન સેન્ટરના ડેવલપમેન્ટ અને ફીલાન્થ્રોપીક કાર્યની વિગતો રજુ કરવામાં આવશે. બપોરના ૩ થી ૪ રજીસ્ટ્રેશન. આ પ્રસંગે કોમ્યુનિટીના અગ્રણીઓ તેમજ અતિથિ વિશેષો અને મિત્રો ઉપસ્થિત રહેશે. સંગીત અને ભોજન સહિતના આ કાર્યક્રમમાં પ્રવેશ ફ્રી છે.
રસ ધરાવનારે પોતાની હાજરી વિષે અગાઉથી RSVP : [email protected] પર કરવાનું રહેશે અથવા ફોન 020 8200 0828 or 07877 372 825 નંબર પર જણાવવાનું રહેશે.
Jain Centre, 64-68 Colindale Avenue, London NW9 7PL.