સંસ્થા સમાચાર (અંક 15 ઓક્ટોબર 2022)

(દીપોત્સવી પર્વ વિશેષ)

Wednesday 12th October 2022 05:30 EDT
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર - નિસ્ડન દ્વારા દિપાવલી પર્વે વિવિધ ધાર્મિક આયોજન થયા છે. 24 ઓક્ટોબર - સોમવારે મંદિર અન્નકુટ દર્શન (સવારે 10.00થી રાત્રે 8.00), હવેલી અન્નકુટ દર્શન (સવારે 10.00થી સાંજે 5.00) અને શારદા પૂજન (સાંજે 6.15થી 7.45) યોજાશે. આ તમામ કાર્યક્રમ સંસ્થાની વેબસાઇટ neasdentemple.org પર લાઇવ નિહાળી શકાશે. રાત્રે 8.30 કલાકે મંદિર સામેના ગિબ્સન રિક્રિએશન ગ્રાઉન્ડમાં આતશબાજી યોજાશે. 25 ઓક્ટોબર - મંગળવારે દિવાળી ઉજવણી કે અન્નકુટ દર્શનના કોઇ કાર્યક્રમ યોજાયા નથી. 26 ઓક્ટોબર - બુધવારે મંદિર અને હવેલી અન્નકુટ દર્શન (સવારે 10.00થી રાત્રે 9.00) યોજાશે. બન્ને દિવસોએ ફુડ સ્ટોલ્સ પર સ્વાદિષ્ટ ગરમાગરમ નાસ્તો મળી રહેશે. મંદિરની સામે બ્રેન્ટફિલ્ડ રોડ પર પાર્કિંગની વ્યવસ્થા કરાઇ છે. યુકે અને યુરોપમાં આવેલા તમામ બીએપીએસ મંદિર અને કેન્દ્રો પર ઉજવણીના આયોજનની વધુ માહિતી માટે જુઓ વેબસાઇટ: neasdentemple.org સ્થળઃ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, પ્રમુખ સ્વામી રોડ, નિસ્ડન - NW10 8HW
• બાલમ મંદિર દ્વારા રાધાકિશન ટેમ્પલ - શ્યામા આશ્રમ - શ્રીનાથજી હવેલી ખાતે દિવાળીથી તુલસી વિવાહ સુધી શ્રેણીબદ્ધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે. 24 ઓક્ટોબરે કાલી ચૌદશ અને દિવાળી પર્વે દર્શનનો સમય સવારે 7.30થી 8.30, 10.30થી 11.30 અને બપોરે 12.00થી 1.00નો રહેશે. સાંજના ઉથાપન ભીતર હાટડી દર્શન સાંજે 5.30 વાગ્યે થશે. 25 ઓક્ટોબરે સૂર્યગ્રહણ હોવાથી દર્શનનો સમય સવારે 10.07થી 11.52 અને સાંજે 6.00થી 7.30નો રહેશે. 26 ઓક્ટોબરે નૂતન વર્ષારંભે દર્શનનો સમય મંગળા સવારે 7.30થી 8.30 તથા શ્રૃંગાર 10.30થી 11.30, રાજભોગ બપોરે 12.00થી 1.00, ઉથાપન સાંજે 4.30થી 5.00 અને શયન દર્શન સાંજે 6.00થી 7.00 થશે. 27 ઓક્ટોબરે ભાઇબીજ લોટીજી ઉત્સવ પ્રસંગે દર્શનનો સમય બપોરે 12.30થી 4.00 વાગ્યાનો રહેશે. બાદમાં મહાપ્રસાદ યોજાશે. 30 ઓક્ટોબરે અન્નકુટ ઉત્સવ પ્રસંગે ગોવર્ધન પૂજા સવારે 10.00થી 11.00, અન્નકુટ દર્શન સાંજે 4.00થી 7.00 અને આરતી સાંજે 6.30 વાગ્યે થશે. 4 નવેમ્બર - તુલસી વિવાહ (રાધા કૃષ્ણ પક્ષે) બપોરે 12.30થી 4.00 વાગ્ય અને બાદમાં મહાપ્રસાદ યોજાશે. સાંધ્ય દર્શન - વિવાહ ખેલ ઉત્સવ (શ્રીનાથજી પક્ષે) સાંજે 6.00થી 8.00 યોજાશે. વધુ વિગત માટે સંપર્કઃ બાલમ મંદિર ફોનઃ 02086753831 અથવા પૂર્વીબહેન- +44 7801350171 અથવા દેવ્યાનીબહેન પટેલ +44 792165393 સ્થળઃ બાલમ મંદિર, 33 બલમ હાઇ રોડ, લંડન - SW12 9AL
• શ્રી સ્વામિનારાયણ મંદિર - કિંગ્સબરી (મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન) ખાતે દિવાળી અને નૂતન વર્ષ પર્વે તા. 21થી 26 ઓક્ટોબર વિવિધ કાર્યક્રમો યોજાયા છે. જેમાં 22 ઓક્ટોબર - શનિવારે (સાંજે 6.00થી 8.00) ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન, 26 ઓક્ટોબર - બુધવારે (સાંજે 8.00થી 7.30 નૂતન વર્ષની ઉજવણીના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય વ્યંજનોનો અન્નકૂટ ઉત્સવ અને રંગોળી પ્રદર્શન, 30 ઓક્ટોબર - રવિવારે સોસાયટી બિફોર સેલ્ફ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ અને 6 નવેમ્બર - રવિવારે અન્નદાન કાર્યક્રમ યોજાયો છે, જેમાં સ્થાનિક ચેરિટીઓને સહાયરૂપ થવા માટે બગડી ન જાય તેવી ફૂડ આઇટેમ મંદિર ખાતે ભેટ આપી શકાશે. વિગત માટે જુઓ વેબસાઇટઃ swaminarayangadi.com/London
• શ્રી જલારામ ટેમ્પલ - લેસ્ટર અને વીરબાઇમા જલારામ કોમ્યુનિટી સેન્ટર દ્વારા જલારામ જયંતી પર્વે 31 ઓક્ટોબર - સોમવારે દિવસ દરમિયાન જગદીશ રૂપારેલિયા પરિવાર, કેતન પટેલ પરિવાર, રંજનબહેન ઠક્કર પરિવાર, અતુલ હાથી પરિવાર અને રમેશભાઇ મિસ્ત્રી પરિવારના યજમાનપદે વિવિધ કાર્યક્રમ યોજાયા છે. આ પ્રસંગે આરતી (સવારે 10.00), જલારામ બાપાનું પૂજન (સવારે 10.15), ભજન કાર્યક્રમ (સવારે 11.00), કેક કટીંગ (બપોરે 1.00), ભજન (બપોરે 2.00થી 4.00), વીરબાઇમા કોમ્યુનિટી સેન્ટર ખાતે મહાપ્રસાદ (બપોરે 1.30થી સાંજે 5.30 સુધી) અને સાંજે 4.00થી 6.30 ગરબાનો કાર્યક્રમ યોજાયો છે. વધુ વિગત માટે સંપર્કઃ 0116 254 0117 સ્થળ: શ્રી જલારામ ટેમ્પલ, 85 નારબરો રોડ, લેસ્ટર, LE3 0LF
• વેલિંગબરો હિન્દુ મંદિર અને બ્રહ્માકુમારીઝ - વેલિંગબરો દ્વારા 22 ઓક્ટોબર (બપોરે 3.00થી 5.00)ના રોજ ‘માનવજીવન - ઇશ્વરની એક અદભૂત ભેટ’ વિષય પર પ્રો. ચંદ્રવદન ચોકસી (રિટા. પ્રિન્સીપાલ, બી.એડ. કોલેજ-પેટલાદ)ના પ્રવચનનું આયોજન થયું છે. વધુ માહિતી માટે સંપર્કઃ 07718077446 સ્થળઃ વેલીનબરો હિન્દુ મંદિર, 133 હાઇ ફિલ્ડ રોડ, વેલિંગબરો - NN8 1PL
• બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર - વેલિંગબરો દ્વારા પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના અથાક વિચરણની સ્મૃતિમાં અને જન્મશતાબ્દિની ઉજવણીના ભાગરૂપે અક્ષરદેરીની એક મિલિયન પ્રદક્ષિણાનો આરંભ થયો છે. 13 ઓગસ્ટ 2022થી શરૂ થયેલા અને 13 જાન્યુઆરી 2023 સુધી ચાલનારા આ પવિત્ર અભિયાનમાં જોડાવા સહુ કોઇને જોડાવા આમંત્રણ છે. દિવસ અને સમયઃ સોમવારથી રવિવાર, સવારે 7.30થી 12.30 અને સાંજે 4.00થી 7.30 સ્થળઃ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, 2-22 મિલ રોડ, વેલિંગબરો, નોર્થન્ટ્સ, NN8 1PE


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter