બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• નવનાત વણિક એસોસિએશન દ્વારા રવિવાર - 6 એપ્રિલે રામનવમીની ઉજવણી. ભજન-રાસગરબાના અંતે મહાપ્રસાદ. રજિસ્ટ્રેશન જરૂરી. સમયઃ બપોરે - 3.00થી સાંજે 5.00. સ્થળઃ નવનાત સેન્ટર (હેય્સ)
• નવનાત વણિક એસોસિએશન દ્વારા બુધવાર - 9 એપ્રિલે વૈશ્વિક ગ્લોબલ નવકાર મહામંત્ર ડે પ્રસંગે 20 જૈન સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે શાંતિ માટે સામૂહિક વૈશ્વિક પ્રાર્થના. સ્થળઃ નવનાત સેન્ટર (પ્રિન્ટીંગ હાઉસ લેન, હેય્સ - Ub31ar). આ સમૂહ પ્રાર્થનામાં આપ ઝૂમના માધ્યમથી ઓનલાઇન (આઇડીઃ 863 0969 3989 - પાસકોડઃ 758447) પણ જોડાઇ શકો છો. (સમયઃ BST સાંજે 7.02 થી 7.47). સેન્ટર પર પહોંચવા ઇચ્છતા લોકોને સાંજના 6.45 વાગ્યે પહોંચી જવા અનુરોધ કરાયો છે.
• ગુજરાત હિન્દુ સોસાયટી - નેશનલ ફોરમ ફોર હેલ્થ એન્ડ વેલબિઇંગ અને યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ લેન્કેશાયરના સંયુક્ત ઉપક્રમે શનિવાર - 12 એપ્રિલે ફોસ્ટર બિલ્ડીંગ UCLAN (ફિલ્ડે રોડ પ્રેસ્ટન - PR1 2HE) ખાતે પ્રેસ્ટન હેલ્થ મેળાનું આયોજન થયું છે. મુખ્ય મહેમાનઃ ડો. મુમતાઝ પટેલ - પ્રેસિડેન્ટ - રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન્સ, લંડન). આરોગ્ય અને મનોરંજનના આ મેળાવડામાં પ્રવેશ અને કેમ્પસ પાર્કિંગ વિનામૂલ્યે છે.