સંસ્થા સમાચાર (અંક 07 સપ્ટેમ્બર 2024)

Wednesday 04th September 2024 06:52 EDT
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• ગેલેક્સી શો અને પંકજ સોઢા રજૂ કરે છે કોમેડી નાટક I Love You તા. 6 સપ્ટેમ્બરે (સાંજે 8.00કલાકે) રુઇસ્લીપ (વિન્સ્ટન ચર્ચિલ હોલ), તા. 7 સપ્ટેમ્બરે (સાંજે 7.00 કલાકે) વુડબ્રિજ હાઇ સ્કૂલ, તા. 8 સપ્ટેમ્બરે (બપોરે 12.30 અને 2.30 કલાકે) રુઇસ્લીપ (વિન્સ્ટન ચર્ચિલ હોલ) અને તા. 13 સપ્ટેમ્બરે (રાત્રે 8.00 કલાકે) લેસ્ટર (પીપુલ સેન્ટર)માં ભજવાશે. નાટકમાં રાજેન્દ્ર બુટાલા ઉપરાંત રિતેશ મોભ, પૂર્વી મહેતા, બિજલ જોશી, સૃષ્ટિ સોરઠિયા, અલ્કા મહેતા, તેજસ ધાપ્તે અને હરેશ સોલંકીએ અભિનય કર્યો છે.
• મા કૃપા ફાઉન્ડેશન દ્વારા પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની શ્રીમદ્ ભાગવત્ કથા તા. 12થી 18 સપ્ટેમ્બર (દરરોજ સાંજે 4.00થી 7.30). સમગ્ર કથાનું સ્કાય (ચેનલ નં. 718), આસ્થા અને યુટ્યુબ ચેનલ સાંદિપની.ટીવી પર લાઇવ ટેલિકાસ્ટ થશે. સ્થળઃ એસકેએલપીસી સ્પોર્ટ્સ એન્ડ કોમ્યુનિટી સેન્ટર, વેસ્ટએન્ડ રોડ, નોર્થોલ્ટ - UB5 6RE (વધુ વિગત માટે સંપર્કઃ જયંતીભાઇ ખગ્રામ 020 8907 0028)
• વિશ્વ હિન્દુ સેન્ટર-ઇલફર્ડ મંદિરે તા. 31 ઓગસ્ટે (સાંજે 6.00 વાગ્યે) હનુમાન પૂજા, હનુમાન ચાલીસાના 11 પાઠ અને આરતી યોજાયા છે. હનુમાન ચાલીસાના આવતા મહિનાના યજમાન બનવા માટે કાર્યાલયનો સંપર્ક કરો. મંદિરમાં દર્શનનો સમય રવિવારથી સોમવાર સવારે 8.30થી બપોરે 12.30 (આરતી સવારે 10.00) અને સાંજે 6.00થી રાત્રે 8.30 (આરતી 7.15). સ્થળઃ વર્લ્ડ કાઉન્સિલ ઓફ હિન્દુસ (યુકે), 43 ક્લેવલેન્ડ રોડ, ઇલફર્ડ - IG1 1EE (ફોનઃ 020 8553 5471)
• વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (વીવાયઓ) ઇન્ટરનેશનલ દ્વારા તા. 18 ઓગસ્ટથી (સવારે 10.30થી 11.30 IST) વલ્લભકુલ ભૂષણ વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજી મહોદયશ્રીના ઓનલાઇન સન્ડે સત્સંગનો પ્રારંભ થયો છે, જેમાં વચનામૃત-મેડિટેશન-શ્રીકૃષ્ણ સ્વરૂપ ધ્યાન રજૂ થશે. જેમાં આપ સહુ યુટયુબ - Shri Vrajrajkumarji - VYO World, ફેસબુક - Vrajrajkumarji Goswami અને ઇન્સ્ટાગ્રામ - Vrajrajkumarjimahodayshriના માધ્યમથી જોડાઇ શકો છો. વધુ વિગત માટે જૂઓઃ www.vyoworld.org


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter