બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• સ્થાપનાની સુવર્ણ જયંતી ઉજવી રહેલા ભક્તિવેદાંત મેનોર ખાતે ગુરુવાર - 7 સપ્ટેમ્બર, શનિવાર - 9 સપ્ટેમ્બર અને રવિવાર - 10 સપ્ટેમ્બરના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણીનું આયોજન થયું છે. આ ઉજવણીમાં પ્રવેશ વિનામૂલ્યે છે, પણ એન્ટ્રી ટિકિટ અનિવાર્ય છે. ટિકિટ વગર કોઇને પણ પ્રવેશ મળશે નહીં. ટિકિટ બુક કરાવવા માટે જૂઓ krishnatample.com
• વીએચપી ઇલ્ફર્ડ મંદિર ખાતે 7 સપ્ટેમ્બરે સાંજે 5.00થી રાત્રે 9.00 શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે. આ પ્રસંગે બાલ ગોપાલને હિંડોળે ઝૂલાવવા, કૃષ્ણ જન્મ ઉજવણી, કિર્તન, આરતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું છે. હાલમાં શ્રાવણ માસ નિમિત્તે 11 સપ્ટેમ્બર સુધી દર સોમવારે સાંજે 6.00થી 8.30 રુદ્રાભિષેકમ પૂજા યોજાશે. આરતીનો સમય સવારે 10.00 અને સાંજે 7.15 વાગ્યે. સ્થળઃ 43-45 ક્લેવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ, એસેક્સ - IG1 1EE વધુ માહિતી માટે સંપર્કઃ વીએચપી ઇલ્ફર્ડ - +44 20 8553 5471
• સંકૃતિ ફાઉન્ડેશન (યુકે) દ્વારા પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની યુકે ધર્મયાત્રાના ભાગરૂપે પ્રવચન અને પ્રશ્નોત્તરી સત્રનું આયોજન કરાયું છે. 12 સપ્ટેમ્બરે (સાંજે 7.00થી 9.00) કેપીએસ સેન્ટર - લંડન ખાતે પ્રવચન (સ્થળઃ કેનમોર એવન્યુ, હેરો - HA3 8LU) યોજાયા છે. વધુ માહિતી માટે સંપર્કઃ ભૂપેન્દ્ર કણસાગરા +44 7899 957900.
• નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર એસોસિએશન ખાતે 14 સપ્ટેમ્બર (સાંજે 4.00થી 6.30) વૈષ્ણવાચાર્ય પ.પૂ. હરિરાયજી મહોદયશ્રીનું પ્રવચન યોજાયું છે. કાર્યક્રમ બાદ મહાપ્રસાદનું વિતરણ થશે. (સ્થળઃ 26B ટૂટિંગ હાઇ સ્ટ્રીટ, લંડન SW17 0RG) વધુ વિગત માટે સંપર્કઃ પ્રવીણભાઇ / જનકભાઇ 07967013871 અથવા મિનાક્ષીબેન 02087673007