સંસ્થા સમાચાર (અંક 1 ઓક્ટોબર 2022)

Wednesday 28th September 2022 05:23 EDT
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર - વેલિંગબરો દ્વારા પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના અથાક વિચરણની સ્મૃતિમાં અને જન્મશતાબ્દિની ઉજવણીના ભાગરૂપે અક્ષરદેરીની એક મિલિયન પ્રદક્ષિણાનો આરંભ થયો છે. 13 ઓગસ્ટ 2022થી શરૂ થયેલા અને 13 જાન્યુઆરી 2023 સુધી ચાલનારા આ પવિત્ર અભિયાનમાં જોડાવા સહુ કોઇને જોડાવા આમંત્રણ છે. દિવસ અને સમયઃ સોમવારથી રવિવાર, સવારે 7.30થી 12.30 અને સાંજે 4.00થી 7.30
સ્થળઃ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, 2-22 મિલ રોડ, વેલિંગબરો, નોર્થન્ટ્સ, NN8 1PE
• પુષ્ટિ નિધિ-યુકે દ્વારા શ્રીજીધામ હવેલી-લેસ્ટર ખાતે 25 સપ્ટેમ્બર સુધી સાંજી કાર્યક્રમ જ્યારે 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન (સાંજે 7.45 - 10.00) નવ વિલાસ કાર્યક્રમ યોજાયો છે, જેમાં રૂપા સોની કૃષ્ણ સંગીત રજૂ કરશે. વધુ માહિતી માટે સંપર્કઃ +44 116 212 2827
સ્થળઃ 504 મેલ્ટન રોડ, લેસ્ટર, LE4 7SP
• ભારતીય વિદ્યાભવન - લંડન દ્વારા ઉપહાર સ્કૂલ ઓફ ડાન્સ દ્વારા 1 ઓક્ટોબરે (સાંજે 6.00 વાગ્યે) ‘નૃત્ય સંધ્યા’નું આયોજન થયું છે. જેમાં ભરતનાટ્યમ્, કથક અને મોહિનીઅટ્ટમ નૃત્યો રજૂ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter