બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• સ્વામિનારાયણ ગુરુકુલ પરિવાર - યુકે દ્વારા ગુરુપૂર્ણિમા ઉત્સવ અને પ.પૂ. માધવપ્રિયદાસજી સ્વામીનું વ્યાખ્યાન તા. 29 જૂનના રોજ સાંજે 6.00 વાગ્યાથી. સ્થળઃ ક્વીન્સબરી મેથોડિસ્ટ ચર્ચ (140 બેવર્લે ડ્રાઇવ, એજવેર - HA8 5ND) તેમજ તા. 1 અને 2 જુલાઇના રોજ સવારે 9.00થી સાંજે 6.00 પ.પૂ. માધવપ્રિયદાસજીની નિશ્રામાં યુથ કેમ્પ (વયમર્યાદા 10થી 25 વર્ષ) સ્થળઃ SKLPC, વેસ્ટ એન્ડ રોડ, નોર્થોલ્ટ, લંડન - UB5 6RE યોજાયો છે. વધુ માહિતી અથવા રજિસ્ટ્રેશન માટે જૂઓ www.ssgp.org અથવા સંપર્ક કરોઃ તરુણ - 0798 000 0286
• શિવમ ફાઉન્ડેશન દ્વારા પૂ. શ્રી ગિરિબાપુની શિવ કથા તા. 27 જૂન થી 3 જુલાઇ લિડ્સ ટેમ્પલ (36 એલેક્ઝાન્ડ્રા રોડ, લીડ્સ - LS6 1RF) ખાતે દરરોજ સાંજે 5.00થી 8.00 અને તા. 5 જુલાઇથી 11 જુલાઇ શિવાલય મંદિર (15, બેલગ્રેવ રોડ, લેસ્ટર - LE4 6AR) ખાતે દરરોજ સાંજે 4.00થી 7.00 યોજાઇ છે. વધુ વિગત માટે સંપર્કઃ અશ્વિન પટેલ - 07949 888 226
• મા કૃપા ફાઉન્ડેશન (યુકે) દ્વારા પૂ. જિજ્ઞેશદાદાની શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ તા. 1થી 7 જુલાઇ હેરો લેઝર સેન્ટર (બાયરોન હોલ, લંડન - HA3 5BD) ખાતે દરરોજ બપોરે 2.30થી 6.00 યોજાઇ છે. પોથી યાત્રા 1 જુલાઇએ બપોરે 2.30 કલાકે સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર - હેરોથી નીકળીને કથાસ્થળે પહોંચશે. વધુ માહિતી માટે સંપર્કઃ જયંતીભાઇ ખગરામ - 07915066671
• જીઓ ગીતા (ગ્લોબલ ઇન્સ્પિરેશન એન્ડ એન્લાઇટમેન્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ ભગવદ્ ગીતા) સંસ્થા દ્વારા સ્વામીશ્રી જ્ઞાનાનંદજી મહારાજની નિશ્રામાં લેસ્ટર ગીતા ફેસ્ટિવલ તા. 7થી 9 જુલાઇ દરરોજ બપોરે 12.00થી રાત્રે 9.00. આ પ્રસંગે રાજકોટથી સ્વામી પરમાત્માનંદજી મહારાજ ખાસ પધારશે. સ્થળઃ કોસિંગ્ટન પાર્ક. વધુ માહિતી માટે સંપર્કઃ વિનોદ સીંગલા - 07949110124
• મા કૃપા ફાઉન્ડેશન (યુકે) દ્વારા ઉર્વીશ પરીખ દિગ્દર્શીત નાટક ‘બાપુજી વરઘોડે ચઢ્યા’ તા. 2 જુલાઇના રોજ સાંજે 7.00 કલાકે. સ્થળઃ હેરો લેઝર સેન્ટર (બાયરોન હોલ, ક્રાઇસ્ટચર્ચ એવન્યુ, હેરો - HA3 5BD). વધુ માહિતી માટે સંપર્કઃ જયંતીભાઇ ખગરામ - 07915066671
• મા કૃપા ફાઉન્ડેશન (યુકે) દ્વારા જાણીતા લોકકલાકાર માયાભાઇ આહીર અને નિર્મલસિંહ ઝાલાનો લોકડાયરો તા. 7 જુલાઇના રોજ સાંજે 6.00 થી 10.30. સ્થળઃ હેરો લેઝર સેન્ટર (બાયરોન હોલ, ક્રાઇસ્ટચર્ચ એવન્યુ, હેરો - HA3 5BD). વધુ માહિતી માટે સંપર્કઃ જયંતીભાઇ ખગરામ - 07915066671
• વીએચપી ઇલ્ફર્ડ મંદિર ખાતે દર બુધવારે (સાંજે 7.30થી 8.30) યોગ કલાસ યોજાય છે. આ ઉપરાંત દર રવિવારે સત્સંગ (સાંજે 6.00થી 7.15), મંગળવારે મહિલા સત્સંગ (બપોરે 12.00થી 2.00) અને ગુરુવારે સિનિયર સિટિઝન્સ સભા (સવારે 11.00થી 1.00) યોજાય છે. મંદિરમાં દર્શનનો સમય સવારે 8.30થી 12.00 અને સાંજે 6.00થી 8.30 છે. આરતી સવારે 10 વાગ્યે થશે. વધુ વિગત માટે સંપર્કઃ +44 20 8553 5471