બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• નેહરુ સેન્ટર ખાતે તા. 31 જાન્યુઆરીના રોજ સાંજે 6.30 વાગ્યે અખિલા રાવ ભરતનાટ્યમ નૃત્યશૈલીમાં ‘ભક્તિ ભાવ’ રજૂ કરશે. (સ્થળઃ 8 સાઉથ ઓઉડલે સ્ટ્રીટ, લંડન W1K 1HF)
• લાયન્સ ક્લબ ઓફ સડબરી અને બ્લૂરૂમ દ્વારા શિવ જ્ઞાન મોતી લાલ આઇ હોસ્પિટલના લાભાર્થે 9 ફેબ્રુઆરીના રોજ (સાંજે 6.30 વાગ્યાથી) ‘એક મૈં ઔર એક તું’ મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન થયું છે. ચિંતન મોઢાના સંગીત નિર્દેશનમાં મુંબઇના જાણીતા ગાયક કલાકારો આલોક કાટદારે અને પ્રિયંકા મિત્રા ફિલ્મી ગીતો રજૂ કરશે. (સ્થળઃ બ્લૂરૂમ, હેડસ્ટોન લેન હેરો, મિડલસેક્સ - HA2 6LY) વધુ વિગત માટે સંપર્કઃ પ્રેસિડેન્ટ ધર્મેશ દેસાઇ - 07775 620 023