સંસ્થા સમાચાર (અંક 10 ઓગસ્ટ 2024)

Wednesday 07th August 2024 06:28 EDT
 
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• બાલમ મંદિરે VYO લેસ્ટર - VYO નોર્થ લંડન અને VYO સાઉથ લંડનના ઉપક્રમે સાતમા પાટોત્સવ પ્રસંગે તા. 11 ઓગસ્ટના રોજ મોર કુટિર મનોરથ યોજાશે. આ પ્રસંગે સવારે 6.30 વાગ્યે પંચામૃત સ્નાન, 10.00 વાગ્યે તિલક અને રાજભોગ દર્શન, 1.00 વાગ્યે મોર કુટિર મનોરથ દર્શન અને 4.00 વાગ્યે પ્રસાદ વિતરણ થશે. સ્થળઃ રાધા કૃષ્ણ ટેમ્પલ, શ્યામા આશ્રમ, 33 બાલમ હાઇ રોડ, બાલમ, લંડન - SW12 9AL. વધુ વિગત માટે સંપર્કઃ દેવયાની પટેલ - 07929 165 395 / બાલમ મંદિર - 02086 753 831
• વિશ્વ હિન્દુ સેન્ટર-ઇલફર્ડ મંદિરે તા. 11 ઓગસ્ટે (સાંજે 4.30 વાગ્યાથી) રામાયણ ગ્રૂપના સુંદરકાંડ પાઠનું આયોજન થયું છે. આવતા મહિને યોજાનારા હનુમાન ચાલીસા પઠન અને આગામી નવરાત્રી પર્વના યજમાન બનવા માટે કાર્યાલયનો સંપર્ક કરવા જણાવાયું છે. મંદિરમાં દર્શનનો સમય રવિવારથી સોમવાર સવારે 8.30થી બપોરે 12.30 (આરતી સવારે 10.00) અને સાંજે 6.00થી રાત્રે 8.30 (આરતી 7.15). સ્થળઃ વર્લ્ડ કાઉન્સિલ ઓફ હિન્દુસ-યુકે, 43 ક્લેવલેન્ડ રોડ, ઇલફર્ડ - IG1 1EE. (ફોનઃ 020 8553 5471)
• હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા ભારતના સ્વાતંત્ર્ય પર્વે 17 ઓગસ્ટે એલ્પર્ટન કોમ્યુનિટી સ્કૂલ (સ્ટેનલી એવન્યુ, વેમ્બલી, મિડલસેક્સ - HA0 4JE) ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો છે. સાંજે 5.00થી 6.45 ડીનર, 7.00 કલાકે સ્વાગત અને દીપ પ્રાગટ્ય અને 7.15 વાગ્યે ઉજવણીનો પ્રારંભ થશે. વધુ માહિતી માટે સંપર્કઃ ચેરપર્સન નિર્મલા પટેલ - 07956 218 713
• સોજિત્રા સમાજ દ્વારા તા. 18 ઓગસ્ટે વેમ્બલીથી કિંગ્સબરી કોચ દ્વારા ચાર ધામ યાત્રા યોજાઇ છે. જેમાં લેસ્ટર અને બર્મિંગહામના મંદિરોની મુલાકાતનો સમાવેશ થાય છે. વધુ વિગત માટે સંપર્કઃ વાસુદેવભાઇ - 07488 308 515
• બી2સી આઉટલેટ દ્વારા તા. 24 ઓગસ્ટના રોજ (સાંજે 6.00 વાગ્યાથી) ધ જંગલ ક્લબ
(21-23 ચેક્કેટ્સ રોડ, લેસ્ટર - LE4 5ER) ખાતે બોલિવૂડ નાઇટ યોજાઇ છે, જેમાં ભારતની ડાયનેમિક ચિલ્ડ્રન એકેડેમીના બાળકલાકારો પણ પરફોર્મ કરશે. વધુ વિગત માટે સંપર્કઃ વિજય પંચાલ - 07866 802 172
• શ્રીરામ અને શ્રીકૃષ્ણના જીવનની ઝાંખી રજૂ કરતી નૃત્યનાટિકા Mythos In Motion તા. 25 ઓગસ્ટના રોજ (સાંજે 6.00 વાગ્યાથી) ટિલ્ડા હોલ (શ્રીરામ મંદિર, 1 હિલયાર્ડ રોડ, લેસ્ટર - LE4 5GG) ખાતે રજૂ થશે. વધુ વિગત માટે સંપર્કઃ વિજય પંચાલ - 07866 802 172


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter