બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાન અને SGVP - અમદાવાદના વડા પ.પૂ. માધવપ્રિયદાસજી સ્વામીની સત્સંગ સભા 11 જૂનના રોજ (સાંજે 7.00 વાગ્યાથી) સાઉથ લંડન સનાતન મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર (108 ચીપસ્ટેડ વીલે રોડ, CR5 3BA) ખાતે યોજાઇ છે. જ્યારે સ્વામિનારાયણ ગુરુકુલ પરિવાર - યુકેના ઉપક્રમે તા. 14 થી 18 જૂન હિન્દુ લાઇફસ્ટાઇલ સેમિનાર - શ્રીમદ્ ભાગવત્ કથાનું SKLPC (વેસ્ટ એન્ડ રોડ, નોર્થોલ્ટ, લંડન UB5 6RE) ખાતે આયોજન થયું છે. આ કાર્યક્રમનો સમય 14થી 16 જૂન સાંજે 6.00થી 9.00 અને 17-18 જૂન સવારે 9.00થી રાત્રે 9.00 રહેશે.
• શિવમ ફાઉન્ડેશન દ્વારા પૂ. શ્રી ગિરિબાપુની શિવ કથા તા. 13 થી 19 જૂન (દરરોજ સાંજે 4.00થી 7.00). સ્થળઃ શ્રી રામ મંદિર, ફોર્ડ સ્ટ્રીટ, પ્લેક, વોલ્સોલ, WS2 9BW. વધુ વિગત માટે સંપર્કઃ અશ્વિન પટેલ - 07949 888 226
• ગુજરાતી નાટક ‘પટેલ્સ મિલિયન્સ’નો શો 17 જૂનના રોજ ક્રોયડનમાં ફેરફિલ્ડ હોલ્સ ખાતે યોજાશે. આ નાટકમાં પાર્લે પટેલ મુખ્ય ભૂમિકામાં ચમકે છે. વધુ વિગત માટે જૂઓ વેબસાઇટઃ www.patelsmillions.co.uk
• વીએચપી ઇલ્ફર્ડ મંદિર ખાતે દર બુધવારે (સાંજે 7.30થી 8.30) યોગ કલાસ યોજાય છે. આ ઉપરાંત દર રવિવારે સત્સંગ (સાંજે 6.00થી 7.15), મંગળવારે મહિલા સત્સંગ (બપોરે 12.00થી 2.00) અને ગુરુવારે સિનિયર સિટિઝન્સ સભા (સવારે 11.00થી 1.00) યોજાય છે. મંદિરમાં દર્શનનો સમય સવારે 8.30થી 12.00 અને સાંજે 6.00થી 8.30 છે. આરતી સવારે 10 વાગ્યે થશે. વધુ વિગત માટે સંપર્કઃ +44 20 8553 5471