બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર દ્વારા પહેલી વખત 9 સપ્ટેમ્બરે (સાંજે 5.30વાગ્યે) અનંતચતુર્દર્શી પર્વે ગણપતિ વિસર્જન યાત્રા યોજાઇ છે. યાત્રા સેન્ટરવે એપાર્ટમેન્ટથી શરૂ થશે, જે ઇલ્ફર્ડ હાઇ સ્ટ્રીટ, સેન્ટેન્ડર બેન્ક, રેડબ્રીજ સબવે, માઇલ્ડવે, આલ્બર્ટ રોડ, ક્લીવલેન્ડ રોડ થઇને વીએચપી ટેમ્પલે પરત ફરશે.
સ્થળઃ વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર, ઇલ્ફર્ડ
• શ્રી વલ્લભ નિધિ - યુકે દ્વારા સનાતન હિન્દુ મંદિર ખાતે તા. 9 સપ્ટેમ્બરે (બપોરે 1.00થી સાંજે 5.00) ગણેશજી લાડુ પૂજન અને ગણેશ વિસર્જન (સાંજે 6.15 કલાકે) થશે. વિસર્જન માટે આપના ઇકો-ફ્રેન્ડલી ગણેશજી સાથે બપોરે 3.00 વાગ્યા પૂર્વે મંદિર પહોંચી જવા અનુરોધ છે.
• પુષ્ટિ નિધિ - યુકે દ્વારા શ્રીજીધામ હવેલી-લેસ્ટર ખાતે 10 થી 25 સપ્ટેમ્બર સાંજી કાર્યક્રમ યોજાયો છે. વધુ માહિતી માટે સંપર્કઃ +44 116 212 2827
• ભારતીય વિદ્યા ભવન - લંડન ખાતે 10 સપ્ટેમ્બરે (સવારે 10.30થી બપોરે 1.00 અને બપોરે 2.00થી સાંજે 5.00) ઓપન ડે અંતર્ગત મીટ ધ ટીચર્સ, ટેસ્ટર ક્લાસીસ અને નવા વર્ષના રજિસ્ટ્રેશનનું આયોજન થયું છે. સંસ્થામાં ભારતીય શાસ્ત્રીય સંગીત, નૃત્ય, યોગ અને ભાષાના અભ્યાસક્રમો ચાલે છે. સંગીત અને ભાષાના અભ્યાસક્રમ માટે ઓનલાઇન વિકલ્પ પણ ઉપલબ્ધ છે. વધુ વિગત માટે જૂઓઃ www.bhavan.net
સ્થળઃ 4એ કેસલટાઉન રોડ, વેસ્ટ કેનસીંગ્ટન, લંડન - W14 9HE