સંસ્થા સમાચાર (અંક 12 ઓક્ટોબર 2024)

નવરાત્રિ વિશેષ

Wednesday 09th October 2024 05:01 EDT
 
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• એશિયન રિસોર્સ સેન્ટર-ક્રોયડન દ્વારા નવરાત્રિ ગરબા તા. 11 ઓક્ટોબર (સાંજે 7.00થી રાત્રે 12.00). સ્થળઃ ગ્રાન્ડ સેફાયર, 45 ઇમ્પિરિયલ વે, ક્રોયડન - CR0 4RR. વિગત માટે જૂઓ વેબસાઇટઃ www.arccltd.com

• છ ગામ નાગરિક મંડળ (યુકે) દ્વારા નવરાત્રિ ગરબા તા. 3થી 11 ઓક્ટોબર. દશેરા 12 ઓક્ટોબર જ્યારે શરદ પૂર્ણિમા 19 ઓક્ટોબરે ઉજવાશે. સમયઃ રવિવારથી ગુરુવાર સાંજે 7.30થી રાત્રે 11.00 જ્યારે શુક્રવાર - શનિવાર સાંજે 7.30થી રાત્રે 12.00. સ્થળઃ કિંગ્સબરી ગ્રીન પ્રાયમરી સ્કૂલ, ઓલ્ડ કેન્ટન લેન, લંડન - NW9 9ND. વધુ વિગત માટે સંપર્કઃ કલાબહેન પટેલ - 07956 258 311 / જયરાજ ભાદરણવાલા - 07956 816 556

• ગુર્જર ક્ષત્રિય જ્ઞાતિ મંડળ - લેસ્ટર દ્વારા નવરાત્રિ મહોત્સવ તા. 3થી 11 ઓક્ટોબર (સાંજે 7.00થી 10.00) જ્યારે 16 ઓક્ટોબરે શરદપૂર્ણિમા ઉજવાશે. સ્થળઃ બેલગ્રેવ નેબરહૂડ સેન્ટર, રોથલે સ્ટ્રીટ, લેસ્ટર - LE4 6LF. વધુ વિગત માટે સંપર્કઃ ગીતાબેન સોલંકી - 07828 999 604

• કરમસદ સમાજ-યુકે દ્વારા નવરાત્રિ ફેસ્ટિવલ તા. 3થી 12 ઓક્ટોબર જ્યારે શરદ પૂનમની ઉજવણી 19 ઓક્ટોબરે થશે. સમયઃ વિકડેઝમાં સાંજે 7.30થી રાત્રે 11.30 અને વિકએન્ડ્સમાં સાંજે 7.30થી મોડી રાત સુધી. સ્થળઃ નક્ષત્ર, સ્નેકી લેન, ફેલ્ધામ - TW13 7NA. વધુ વિગત માટે સંપર્કઃ મહેન્દ્રભાઇ પટેલ - 07956 458 872 અથવા જૂઓ વેબસાઇટઃ www.karamsadsamaj.co.uk

• કાર્ડિફ સનાતન મંદિરે તા. 3થી 11 ઓક્ટોબર નવરાત્રિ પર્વની જ્યારે 12 ઓક્ટોબરે દશેરાની ઉજવણી થશે. 17 ઓક્ટોબરે શરદપૂર્ણિમાના ગરબા યોજાશે. સમયઃ રાત્રે 8.00થી 11.00. આરતી રાત્રે 10.00 વાગ્યે. સભ્યો માટે વિનામૂલ્યે પ્રવેશ.

• લેસ્ટર મહેર કોમ્યુનિટી એસોસિએશન દ્વારા નવરાત્રિ 2024 તા. 3થી 12 ઓક્ટોબર (આરતી રોજ સાંજે 6.30). પ્રવેશ માત્ર મહેર જ્ઞાતિના સભ્યોને. 11મીએ સાંજે 7.00 વાગ્યે આરતી થાળી સજાવટ સ્પર્ધા અને રાત્રે 8.00 વાગ્યે ફેન્સી ડ્રેસ સ્પર્ધા. સ્થળઃ મહેર સેન્ટર, 15 રેવન્સબ્રિજ ડ્રાઇવ, લેસ્ટર - LE4 0BZ

• નવનાત વણિક એસોસિએશન દ્વારા નવરાત્રિ મહોત્સવ તા. 3થી 11 ઓક્ટોબર (સાંજે 7.30થી...) જ્યારે 12 ઓક્ટોબરે દશેરા અને 19 ઓક્ટોબરે (રાત્રે 7.30થી 8.00) શરદપૂર્ણિમાની ઉજવણી. સ્થળઃ નવનાત વણિક સેન્ટર, પ્રિન્ટીંગ હાઉસ લેન, હેય્સ, મિડલસેક્સ - UB3 1AR. વધુ વિગત માટે સંપર્કઃ કો-ઓર્ડિનેટર જશવંત દોશી - 07877 372 825 / બીના હોલ્ડન: 07817 404 163 / બચુલાલ મહેતા 07828 693 937

• નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા પાટીદાર સમાજ ગરબા તા. 3થી 12 ઓક્ટોબર જ્યારે શરદ પૂર્ણિમાની ઉજવણી 17 ઓક્ટોબરે થશે. સમયઃ દરરોજ રાત્રે 8.00 વાગ્યાથી. સ્થળઃ નેશનલ એસોશિએન ઓફ પાટીદાર સમાજ બિલ્ડીંગ, 26B ટૂટિંગ હાઇ સ્ટ્રીટ, નેટવેસ્ટ બેન્કની બાજુમાં, લંડન - SW17 0RG. વધુ માહિતી માટે સંપર્કઃ ઉમેશભાઇ અમીન - 07956 254 274 / મિનાક્ષી પટેલ 07966 010 645.

• SKLPC (યુકે) દ્વારા નવરાત્રિ ફેસ્ટિવલ તા. 3થી 11 ઓક્ટોબરે (સાંજે 7.30થી રાત્રે 11.00), દશેરા વીકએન્ડ સ્પેશ્યલ 12 અને 13 ઓક્ટોબરે (સાંજે 7.30થી 11.00) અને શરદ પૂનમ 16 ઓક્ટોબરે (સાંજે 7.30થી 11.00) ઉજવાશે. સ્થળઃ ગ્રાન્ડ માર્કી, ઇંડિયા ગાર્ડન્સ, વેસ્ટ એન્ડ રોડ, નોર્થોલ્ટ, મિડલસેક્સ UB5 6RE. વધુ વિગત માટે જૂઓઃ www.sklpc.com/navratri

• શ્રી સોરઠિયા પ્રજાપતિ કોમ્યુનિટી - SSPC (યુકે) - હંસલો દ્વારા નવરાત્રિ 2024 તા. 3થી 11 ઓક્ટોબર (સાંજે 7.30થી 10.30) ગરબા યોજાયા છે. સ્થળઃ ક્રેનફોર્ડ કોમ્યુનિટી કોલેજ, હાઇ સ્ટ્રીટ, ક્રેનફોર્ડ - TW5 9PD. વધુ માહિતી માટે સંપર્કઃ ભાવિનીબહેન ચાંદેગરા - 07903835467

• સરે ગુજરાતી હિન્દુ સોસાયટી દ્વારા નવરાત્રિ ઉત્સવ તા. 3થી 11 ઓક્ટોબર જ્યારે શરદપૂર્ણિમા 16 ઓક્ટોબરે ઉજવાશે. સમય સાંજે 7.30થી રાત્રે 11.00. સ્થળઃ નોરબરી મેનોર બિઝનેસ એન્ડ એન્ટરપ્રાઇઝ કોલેજ ફોર ગર્લ્સ, કેન્સિંગ્ટન એવન્યુ, થોર્નટન હીથ, સરે - CR7 8BT. વિનામૂલ્યે વિશાળ પાર્કિંગ. વધુ માહિતી માટે સંપર્કઃ ભાવનાબહેન પટેલ - 07932 523 040 / પુષ્પકાંત પટેલ - 07961 452 683

• એઇલસ્બરી હિન્દુ ટેમ્પલ CIO અને ત્રીવેણી CICના ઉપક્રમે દુર્ગા પૂજા (તા. 10-11-12 ઓક્ટોબર) અને નવરાત્રી મહોત્સવનું આયોજન (તા. 10-11 ઓક્ટોબર સાંજના 6.00 થી 10.00) કરાયું છે. સ્થળઃ બાઉલ્સ બિલ્ડીંગ્સ, સ્ટોક મેન્ડેવિલે સ્ટેડિયમ,
એઇલ્સબરી - HP21 9PP. વધુ વિગત માટે જૂઓ વેબસાઇટ: www.aylesburyhindutemple.org


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter