બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• ભાદરણ બંધુ સમાજનો પિકનિક ડેઃ ભાદરણ બંધુ સમાજ દ્વારા 13 ઓગસ્ટના રોજ (સવારે 10.00થી રાત્રે 8.00) એન્યુઅલ જનરલ મિટિંગ (એજીએમ) અને પિકનિક ડેનું આયોજન કરાયું છે. સંસ્થાના પ્રમુખ બિમલભાઇ પટેલના જણાવ્યા પ્રમાણે ગીત-સંગીત, હંસીમજાક અને મિત્રો-સ્વજનો સાથે મિલન-મુલાકાતના શાનદાર સમન્વય સમાન ફેમિલી પિકનિકનો લ્હાવો લેવા માટે સમાજના સહુ કોઇ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ પ્રસંગે લિજ્જતદાર ભોજનનું આયોજન કરાયું છે તો સાથે સાથે જ આધુનિક જીવનશૈલીની આડઅસર એવી ડાયાબિટીસની બીમારી પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે વિનામૂલ્યે બ્લડટેસ્ટની પણ વ્યવસ્થા કરાઇ છે. સમગ્ર આયોજનની વધુ માહિતી માટે સંપર્કઃ નિરુપા - 07804 492576 / કિરણ 07956 219952 / ગાર્ગી 07976 575971 / કિન્નરી 07834 491420 સ્થળઃ કિંગ્સબરી હાઇક્સૂલ (અપર સ્કૂલ), પ્રિન્સેસ એવન્યુ, કિંગ્સબરી, લંડન - NW9 9JR
• એડન દેપાળા મિત્ર મંડળ દ્વારા પવિત્ર પુરુષોત્તમ માસ અને શ્રાવણ માસ નિમિત્તે આગામી 20 ઓગસ્ટ સુધી દર સોમવારે સાંજે 7.30થી 9.30 ભજનકીર્તન યોજાયા છે. સ્થળઃ 67-A ચર્ચ લેઇન, લંડન - N2 8DR. વધુ માહિતી માટે સંપર્કઃ કનૈયાલાલ દેપાળા મોબાઇલઃ 07534048969
• વીએચપી ઇલ્ફર્ડ મંદિર ખાતે અધિક શ્રાવણ માસ પર્વે તા. 11 સપ્ટેમ્બર સુધી દર સોમવારે સાંજે 6.00થી 8.30 રુદ્રાભિષેકમ પૂજાનું આયોજન થયું છે. મંદિરમાં દર્શનનો સમય દરરોજ સવારે 8.30થી બપોરે 12.00 અને સાંજે 6.00થી રાત્રે 8.30. આરતીનો સમય સવારે 10.00 અને સાંજે 7.15 વાગ્યે. સ્થળઃ 43-45 ક્લેવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ, એસેક્સ - IG1 1EE વધુ માહિતી માટે સંપર્કઃ વીએચપી ઇલ્ફર્ડ - +44 20 8553 5471