બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• સંગમ - યુકે દ્વારા વિશ્વ હિન્દી દિવસની ઉજવણીના ભાગરૂપે નેહરુ સેન્ટર અને ભારતના રાષ્ટ્રીય કવિ સંગમના સહયોગમાં 13 જાન્યુઆરીના રોજ (સાંજે 6.30 કલાકે) હિન્દી કવિ સંમેલન યોજાયું છે. બ્રિટનમાં હિન્દી ભાષા અને ભારતીય સાહિત્યના પ્રચાર-પ્રસારના ઉદ્દેશથી યોજાયેલા આ કવિ સંમેલનમાં યુકેના 12 જાણીતા કવિઓ અને લેખકો (ડો. નંદિતા સાહુ, તેજેન્દર શર્મા, રવિ શર્મા, શીખા વાર્ષનેય, નિખિલ કૌશિક, જ્ઞાન શર્મા, આશિષ મિશ્રા, અજય ત્રિપાઠી, ઇન્દુ બારોટ, આશુતોષ કુમાર, તિથિ દાણી અને રિચા જૈન) ભાગ લેશે. સ્થળઃ નેહરુ સેન્ટર, લંડન - W1K 1HF.
• વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર દ્વારા 15 જાન્યુઆરીએ (સાંજે 6-00થી 8-00) લોહરી અને મકરસંક્રાંતિ પર્વની ઉજવણીનું આયોજન થયું છે. આ પ્રસંગે લોહરી અને મકર સંક્રાંતિ પૂજા, આરતી, પ્રસાદનું આયોજન થયું છે. આ ઉપરાંત દર રવિવારે સત્સંગ (સાંજે 6 થી 7.15), મંગળવારે બહેનો માટે સત્સંગ (બપોરે 12થી 2), ગુરુવારે સિનિયર સિટિઝન એસેમ્બલી (11થી 2 સુધી) તેમજ યોગ ક્લાસ બુધવારે (સાંજે 7.30થી 8.30) અને ગુરુવારે (સાંજે 8થી 9) યોજાશે. સ્થળઃ 43-45 ક્લિવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ, એસેક્સ - IG1 1EE. વધુ વિગત માટે સંપર્કઃ +44 20 8553 5471