બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પરિવાર (એસએસજીપી) યુકે દ્વારા 14થી 16 જુલાઇ વચનામૃત શિબિરનું આયોજન થયું છે. જોડાવા માટે સંપર્ક કરોઃ 0794 610 0250. આ ઉપરાંત 22 જુલાઇએ સવારે 10.00 કલાકે બ્રેડફર્ડમાં સત્સંગ સભા યોજાઇ છે.
• શિવમ ફાઉન્ડેશન દ્વારા પૂ. શ્રી ગિરિબાપુની શિવ કથા તા. 12થી 16 જુલાઇ, સ્થળઃ સ્વિન્ડન હિન્દુ ટેમ્પલ, રિજેન્ટ હાઉસ, થિયેટર સ્કવેર, સ્વિન્ડન - SN1 1QN. અને તા. 17થી 23 જુલાઇ સ્થળઃ શ્રી સ્વામિનારાયણ ટેમ્પલ, ગેટવિક, બોન્નેટ્સ લેન, આઇફિલ્ડ, ક્રોલી - RH 11 0NY ખાતે યોજાઇ છે. બન્ને સ્થળે કથાનો સમય દરરોજ સાંજે 5.00થી 8.00. વધુ વિગત માટે સંપર્કઃ અશ્વિન પટેલ - 07949 888 226
• ગુજરાતી નાટક ‘પટેલ્સ મિલિયન્સ’નો શો 14 જુલાઇના રોજ બર્મિંગહામમાં ધ એલેક્ઝાન્ડ્રા ખાતે જ્યારે 15 જુલાઇના રોજ પિટરબરોના ન્યૂ થિયેટર ખાતે યોજાશે. આ નાટકમાં પાર્લે પટેલ મુખ્ય ભૂમિકામાં ચમકે છે. વધુ વિગત માટે જૂઓ વેબસાઇટઃ www.patelsmillions.co.uk
• બ્રહ્માકુમારીસ-યુકે દ્વારા તા. 15 અને 16 જુલાઇના રોજ સવારે 10.30થી બપોરે 1.00 ધ્યાન શિબિર ‘લર્ન ટુ મેડિટેટ’ યોજાઇ છે. રજીસ્ટ્રેશન અને વધુ વિગત માટે સંપર્કઃ 020 8471 0083 અથવા ઇમેઇલ કરોઃ [email protected]
• ધર્મજ સોસાયટી ઓફ લંડન અને છ ગામ નાગરિક મંડળનો સંયુક્ત વાર્ષિક મિલન સમારોહ તા. 23 જુલાઇના રોજ (બપોરે 3.00થી રાત્રે 10.00) યોજાયો છે. સાંજે 7.00 વાગ્યે ડીનર. ધર્મજ સોસાયટી અને છ ગામ નાગરિક મંડળના તમામ વતનીઓને આ પ્રસંગે પધારવા અનુરોધ કરાયો છે. સ્થળઃ સત્તાવીસ, પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી - HA9 9PE કાર્યક્રમની વધુ વિગત માટે સંપર્કઃ મનહર પટેલ 07860 430895
• વીએચપી ઇલ્ફર્ડ મંદિર ખાતે અધિક શ્રાવણ માસ પર્વે તા. 17 જુલાઇથી 11 સપ્ટેમ્બર દરમિયાન દર સોમવારે સાંજે 6.00થી 8.30 રુદ્રાભિષેકમ પૂજાનું આયોજન થયું છે. 29 જુલાઇના રોજ સાંજે 5.30 વાગ્યાથી હનુમાન ચાલીસાના પાઠ યોજાયા છે. મંદિરમાં દર્શનનો સમય દરરોજ સવારે 8.30થી બપોરે 12.00 અને સાંજે 6.00થી રાત્રે 8.30. આરતીનો સમય સવારે 10.00 અને સાંજે 7.15 વાગ્યે. સ્થળઃ 43-45 ક્લેવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ, એસેક્સ - IG1 1EE વધુ માહિતી માટે સંપર્કઃ વીએચપી ઇલ્ફર્ડ - +44 20 8553 5471