સંસ્થા સમાચાર (અંક 15 જૂન 2024)

Wednesday 12th June 2024 05:50 EDT
 
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત અને સારંગપુર મંદિરના કોઠારી સ્વામી પૂ. જ્ઞાનેશ્વરદાસ સ્વામી 7 જૂનથી 12 જુલાઇ યુકે અને યુરોપમાં વિચરણ કરશે. આ દરમિયાન તેઓ મહત્ત્વના મંદિરો અને કેન્દ્રોની મુલાકાત લેશે. વધુ માહિતી માટે સ્થાનિક મંદિર અને કેન્દ્રનો સંપર્ક કરો.
• શ્રી નારાયણ સેવા સંસ્થાન - યુકે દ્વારા તા. 14થી 20 જૂન દરમિયાન લંડનમાં ત્રણ સ્થળોએ નારાયણ ભજન સંધ્યા અને સન્માન સમારોહ યોજાયા છે. તા. 14 જૂન (સાંજે 4.00થી 7.00) હિન્દુ ટેમ્પલ ગીતા ભવન ડર્બી (96-102 પીઅરટ્રી ડર્બી - DE23 6QA), તા. 16 જૂન (બપોરે 2.00થી 6.00) ઓર્ટન વિસ્ટો કોમ્યુનિટી સેન્ટર (55 નેપિયર પ્લેસ, પીટરબરો - PE2 6XN), તા. 18 જૂન (સાંજે 4.00થી 7.00) શ્રી કૃષ્ણ મંદિર (12 ક્રાઉન ટેરેસ, લેમિંગ્ટન સ્પા - CV31 3AN) અને 20 જૂન (સવારે 11.00થી બપોરે 1.00) એઇલ્સબરી વેલ મલ્ટીકલ્ચરલ સેન્ટર (ફ્રીઅરસ્ક્રાફ્ટ વે એઇલ્સબરી - HA20 2TE). કાર્યક્રમ બાદ મહાપ્રસાદનું વિતરણ કરાશે. વધુ માહિતી માટે સંપર્કઃ ગોપેશ કુમાર શર્મા 07438425364 / ગજેન્દ્રસિંહ ભગરોટ 07459199832
• શ્રીમદ્ રાજચંદ્ર મિશન-ધરમપુરના સ્થાપક અને આધ્યાત્મિક વડા ગુરુદેવશ્રી રાકેશજીના બ્રિટન પ્રવાસ દરમિયાન વિવિધ સ્થળે તેમના પ્રવચન યોજાયા છે. લેસ્ટરમાં 18 જૂને (રાત્રે 8.00થી 10.00) એથેના ઇવેન્ટ્સ વેન્યુ (ક્વીન સ્ટ્રીટ, લેસ્ટર - LE1 1QD) ખાતે પ્રવચન યોજાયું છે. પ્રવેશ વિનામૂલ્યે. રજિસ્ટ્રેશન માટેઃ events.srmd.org/leicester. આ ઉપરાંત લંડનમાં 20 જૂન (રાત્રે 8.00થી 10.00), 22 જૂન (રાત્રે 8.00થી 10.00) અને 23 જૂને (સવારે 10.30થી 12.00) બાયરન હોલ (હેરો લેસર સેન્ટર, ક્રાઇસ્ટચર્ચ એવન્યુ, હેરો - HA3 5BD) ખાતે પ્રવચન યોજાયા છે. પ્રવેશ વિનામૂલ્યે. રજિસ્ટ્રેશન માટેઃ london.srmd.org/20years
• દત્ત સહજ યોગા મિશન (યુકે) દ્વારા આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે તા. 21 જૂનના રોજ સાંજે 7.30થી 9.30 વિશ્વ હિન્દુ પરિષદ સેન્ટર ખાતે પ્રાણાયમ, યોગાસન, મંત્રોચ્ચાર અને ધ્યાનનો વિશેષ કાર્યક્રમ. સ્થળઃ 10 થોર્નટન રો, થોર્નટન હિથ, સરે - CR7 6JN. વધુ માહિતી માટે સંપર્કઃ (ઓફિસ) 7903 223 550
• ચિન્મય મિશન-યુકે દ્વારા તા. 16 જૂનની સાંજે 7.30થી 9.00 આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સુનંદા શર્માના શાસ્ત્રીય ગાયનનો કાર્યક્રમ યોજાયો છે. બનારસ ઘરાના સાથે જોડાયેલા અને ખયાલ, ટપ્પા, ઠુમરી, દાદરા તથા ચૈતી ગાયકીના માહેર સુનંદા શર્મા સાથે તબલા પર હનીફ ખાન અને સારંગી પર સતવિન્દર પાલ સંગત કરશે. સ્થળઃ ચિન્મ્ય કિર્તી, 2 એગર્ટન ગાર્ડન્સ-NW4 4BA
• સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા-યુકે દ્વારા 29 અને 30 જૂનના રોજ ભારતથી આવેલા પૂ. દીપલબહેન મહારાજ અને મહિલા ત્યાગી મુક્તોની નિશ્રામાં વિશેષ મહિલા શિબિર યોજાઇ છે. બન્ને દિવસે પહેલું સેશન સવારે 9.00થી 12.00 અને બીજું સેશન બપોરે 3.30થી 5.00 યોજાશે. આ ઉપરાંત 29 જૂને સાપ્તાહિક સભા સાંજે 7.00થી રાત્રે 8.30 અને 30 જૂને સવારે 6.30થી 7.30 સમૂહ પૂજા યોજાશે. સ્થળઃ એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર, યુનિટ-6, બોમેન ટ્રેડિંગ એસ્ટેટ, વેસ્ટમોરલેન્ડ રોડ, ક્વીન્સબરી - NW9 9RL. વધુ માહિતી માટે સંપર્કઃ પુષ્પાબહેન ભોજાણી - ફોનઃ 07917623611
• કનેક્શન્સ દ્વારા તા. 4 જુલાઇ (સાંજે 7.30થી) 25થી 40 વર્ષના લોકો માટે સિંગલ્સ મિક્સ એન્ડ મિંગલ પસંદગી મેળો યોજાયો છે. સ્થળઃ ધ ઓક્સફર્ડ માર્કેટ, 11-13 માર્કેટ પ્લેસ, લંડન - W1W 8AH


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter